June 30, 2024

Virendra Sehwag અને Zaheer Khanને કરી ICCની ટીકા

T20 world cup 2024: ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ અને પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચની ટીકા કરી છે. ભારતીય ટીમે આ મેદાનમાં વોર્મ-અપ મેચ અને એક ગ્રુપ સ્ટેજ મેચ રમી છે.

ઘણા કારણો જવાબદાર
ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ ખુબ ખરાબ જોવા મળી રહી છે. આ કારણે બંને ટીમને મેચ રમવા માટે સમસ્યા થઈ રહી છે. આ મેચની પીચને લઈને વીરેન્દ્ર સેહવાગે ક્રિકબઝ પર કહ્યું, “ખરેખર, જો તમે ન્યૂયોર્કમાં ક્રિકેટ લાવ્યા છો, તો તમે તેને એવી રીતે લાવ્યા છો કે તે મનોરંજક હોવું જોઈએ. આ મેચ મજેદાર નથી. આ અંગે ઝહીર ખાને કહ્યું કે, “અમે વાત કરી હતી કે જો આપણે પાવર પ્લે જોઈને રમીએ અને છેલ્લી કેટલીક ઓવરોમાં રન બનાવીએ તો આપણે સરળતાથી 140-50 અથવા 160 રન બનાવી શકીએ છીએ. પરંતુ આ મેદાન પર એવું થઈ રહ્યું નથી.

આ પણ વાંચો: T20 World Cup 2024માં બન્યા આ 3 રેકોર્ડ

કોઈ ફરિયાદ કરી નથી
અમેરિકાના નાસાઉ કાઉન્ટી મેદાન ખેલાડીઓ માટે ખરાબ સાબિત થઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ આ મેદાન પર છે. જેના કારણે કોઈ પણ ખેલાડીને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતીય ટીમ અને આયર્લેન્ડની ટીમની વચ્ચે મેચ હતી ત્યારે આ સમસ્યા ચોક્કસ જોવા મળી હતી. અમેરિકાના ન્યુયોર્કમાં નાસાઉ કાઉન્ટીના મેદાનમાં T20 world cup 2024ની મેચ રમાઈ રહી છે. ભારતની ટીમ અહિંયા પોતાની ત્રણ બેક ટુ બેક મેચ રમવાની છે. પરંતુ અહિંયાની પિચ ખુબ ખરાબ જોવા મળી રહી છે. કોઈ એક ટીમ નહીં પરંતુ બંને ટીમને પરેશાની થઈ રહી છે. જોકે અત્યાર સુધીમાં કોઈ પણ ટીમે ICCને કોઈ ફરિયાદ કરી નથી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ પીચને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ટીમને જીત તો મળી પરંતુ આ પિચએ બંને ટીમને પરેશાન કરી દીધા હતા. જોકે અત્યાર સુધીમાં કોઈ ટીમે ફરિયાદ કરી નથી.