November 26, 2024

શિખર ધવનની નિવૃત્તિ પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા

Shikhar Dhawan Retirement: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટને અલવિદા કહ્યું હતું. લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા ધવને અચાનક નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. હવે વિરાટ કોહલીએ ધવનની નિવૃત્તિ પર પ્રતિક્રિયા આપી છે. આવો જાણીએ શું કહ્યું વિરાટ કોહલીએ શિખર ધવની નિવૃત્તિ પર.

વિરાટ કોહલી શું કહ્યું
કિંગ કોહલીએ X પર લખ્યું, “શિખર ધવન, તમારા નિર્ભય પદાર્પણથી લઈને ભારતના સૌથી ભરોસાપાત્ર ઓપનર બેટ્સમેન બનવા સુધી, તમે અમને ખુશ કરવા માટે અસંખ્ય યાદો આપી છે. રમત પ્રત્યેનો તમારો જુસ્સો, તમારી ખેલદિલી અને તમારું ટ્રેડમાર્ક સ્મિત ચૂકી જશું, પરંતુ તમારો વારસો જીવંત રહેશે. હંમેશા હૃદયથી આગળ વધવા બદલ આભાર. મેદાનની બહાર ગબ્બર, તમારી આગામી ઇનિંગ્સમાં તમને શુભકામનાઓ!

આ પણ વાંચો: KKRને મળશે નવો કેપ્ટન? આ ખેલાડીને થઈ કેપ્ટન બનવાની ઓફર

ક્રિકેટ સફરનો અંત
શિખર ધવને 2010માં ઓસ્ટ્રેલિયા સામેની ODI મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. વિશાખાપટ્ટનમમાં રમાયેલી ડેબ્યૂ મેચની શરૂઆત સારી રહી ન હતી. તે ઈનિંગના બીજા બોલ પર કોઈ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. આ પછી, 2011માં તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું. તેણે 2013માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં ધવને 187 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, 14 વર્ષ બાદ તેણે હવે તેની ક્રિકેટ સફરનો અંત આણ્યો છે.