વિરાટ કોહલી અને રોહિત શર્મા પછી બંનેની જવાબદારી કોણ સંભાળશે?
Virat Kohli And Rohit Sharma: વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે એ દિવસ પણ દૂર નથી કે આ બંને ખેલાડીઓ ક્રિકેટ ટીમને અલવિદા કહેશે. હવે તમામને સવાલ થઈ રહ્યો છે કે રોહિત અને કોહલી જવાબદારી કોણ સંભાળશે?
વિચારો કર્યા શેર
એક મીડિયા સાથેની વાતમાં પિયુષ ચાવલાએ વિરાટ કોહલી અને રોહિત શર્માના સ્થાને શુભમન ગિલ અને રુતુરાજ ગાયકવાડનું નામ લીધું હતું. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીનું સ્થાન કોઈ લઈ શકે નહીં. તેવી જ રીતે જેમ સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર જેવા તમામ મહાન બેટ્સમેનોનું સ્થાન લઈ શક્યું નથી. પરંતુ હા એ વાત શક્ય છે કે કોઈ પણ ખેલાડીની વિદાય પછી બીજા ખેલાડીઓ કાર્યભાર સંભાળી લે છે.
આ પણ વાંચો: વાહ…કૌશલ્યસિદ્ધ યુવા પાસે નમીને પણ મોટા થયા નરેન્દ્ર મોદી, જમીન પર બેસીને સન્માન સ્વીકાર્યું
ટેકનિક કામમાં આવે છે
પિયુષ ચાવલાએ શુભમન ગિલનું નામ લેતા કહ્યું કે તમે જોશો કે જો કોઈ બેટ્સમેન ખરાબ ફોર્મમાંથી પસાર થાય છે. ત્યારે સામાન્ય ટેકનિક કામમાં આવે છે. આ ટેકનિક મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. પિયુષ ચાવલા છેલ્લે કહ્યું કે વિરાટ અને રોહિતની જગ્યાએ કોઈ આવી શકે તો તે મારા માટે રુતુરાજ ગાયકવાડ સાથે શુભમન ગિલ છે.