વાહ…કૌશલ્યસિદ્ધ યુવા પાસે નમીને પણ મોટા થયા નરેન્દ્ર મોદી, જમીન પર બેસીને સન્માન સ્વીકાર્યું

PM Modi Meets Navdeep Singh: નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર 12 ના રોજ ભારતના પેરિસ પેરાલિમ્પિક હીરોને મળ્યા હતા. આ ખાસ અવસર પર પીએમ મોદીએ ખેલાડીઓને તેમના જોરદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. આ વચ્ચે સૌથી અલગ મુલાકાત નવદીપ સિંહ સાથે વડાપ્રધાનની હતી.
નવદીપે આરામથી કેપ પહેરાવી
મોદી નવદીપ સાથે મજાક કરતા જોવા મળ્યા હતા. આજુબાજુમાં રહેલા ખેલાડીઓ પણ તેમની મજાક જોઈને હસવા લાગ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નવદીપે પીએમને કેપ ભેટમાં આપી હતી તે સમયે કેપ પહેરવા માટે વડાપ્રધાન પોતે જમીન પર બેસી ગયા હતા. જેના કારણે નવદીપે આરામથી કેપ પહેરાવી શકે. આ પછી નવદીપે વડાપ્રધાનને હાથ પર ઓટોગ્રાફ માંગ્યો જે બાદ પીએમ મોદીએ સ્મિત સાથે ઓટોગ્રાફ આપ્યો હતો.
View this post on Instagram
આ પણ વાંચો: AFG vs NZ અંતિમ દિવસે પણ મેચ કરાઈ રદ, નોંધાયો શરમજનક રેકોર્ડ
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે ઈતિહાસ રચ્યો
તમને જણાવી દઈએ કે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. આ વખતે 7 ગોલ્ડ અને 9 સિલ્વર મેડલ અને 13 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. આ પહેલા જ્યારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારત 24માં સ્થાને હતું. જેમાં ભારતીય ખેલાડીઓએ 19 મેડલ જીત્યા હતા. જ્યારે આ વખતે તે મેડલ ટેલિમાં 18માં સ્થાને છે. પીએમ મોદી પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓને મળ્યા હતા. આ દરમિયાન ભારતીય વડાપ્રધાને ખેલાડીઓ સાથે વાત કરી હતી. પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓએ વડાપ્રધાન મોદીને ટી-શર્ટ, શૂઝ અને તીર જેવી વસ્તુઓ ભેટમાં આપી હતી. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. આ મેગા ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ રેકોર્ડ 29 મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય ખેલાડીઓએ તેનો જ રેકોર્ડ તોડ્યો હતો. તમને જણાવી દઈએ ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ 19 મેડલ જીત્યા હતા.