January 11, 2025

90 લાખના કેચનો વીડિયો વાયરલ, જાણો કેમ કેચ માટે આપવામાં આવે છે લાખોનું ઈનામ

SA20 League: દક્ષિણ આફ્રિકા SA20 League દરમિયાન એક પ્રશંસક દ્વારા અદભૂત કેચ જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં SA20 લીગ રમાઈ રહી છે. ડરબન સુપર જાયન્ટ્સ અને પ્રિટોરિયા કેપિટલ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ રહી છે. આ મેચમાં મેચ ડરબન સુપર જાયન્ટ્સે 2 રને જીત પ્રાપ્ત કરી હતી. આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્ટેડિયમમાં બેઠેલા એક પ્રશંસકે જોરદાર અદ્ભુત કેચ લીધો હતો.

આ પણ વાંચો: વડોદરામાં ફૂડ ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડીને કહ્યું, “તમે બહુ સુંદર છો”

90 લાખ રૂપિયાનો કેચ
ડરબન સુપર જાયન્ટ્સ અને પ્રિટોરિયા કેપિટલ્સ વચ્ચેની મેચમાં સ્ટેડિયમમાં બેઠેલા એક પ્રશંસકે એવો અદ્ભુત કેચ લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે આ ચાહકને 90 લાખનું ઈનામ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે SA20 લીગ દરમિયાન જો કોઈ પ્રશંસક મેદાનની બહાર એક હાથે કેચ પકડે છે તો તેને 90 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે. આ વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.