બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી, વાહનોની એન્ટ્રી બંધ કરવામાં આવી

દ્વારકાઃ બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે ત્યાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ સુદર્શન સેતુથી વાહનોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે.
બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં દર્શને આવતા યાત્રિકોના વાહનો બંધ કરવામાં આવ્યા છે. બેટ દ્વારકા મંદિરમાં નિયમિત રીતે પૂજારી પરિવાર દ્વારા સેવા પૂજા ચાલુ રાખવામાં આવી છે. જ્યારે બહારથી આવતા યાત્રિકોને હાલ બેટ દ્વારકા દર્શને ન આવવા સૂચના આપવામાં આવી છે.
મેગા ડિમોલિશનના ભાગ રૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુદર્શન બ્રિજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
બેટ દ્વારકામાં તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. JCB, હિટાચી મશીનથી દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરીને પગલે ત્યાં વહીવટી અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ હાજર છે.