June 28, 2024

વડોદરા એરપોર્ટ હાઇએલર્ટ, બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી

વડોદરાઃ શહેરમાં આવેલા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. બપોરે 12.42 કલાકે જીમેઇલ એકાઉન્ટ પરથી મેઇલ કરવામાં આવ્યો હતો. વડોદરા સાથે અન્ય 15 એરપોર્ટને પણ આ રીતે જ ધમકીભર્યો મેઇલ કરવામાં આવ્યો હતો.

મેઇલ મળતા એરપોર્ટ ઓથોરિટીએ બોમ્બની SOP પ્રમાણે કામગીરી હાથ ધરી હતી. ત્યારે મેઇલ મળ્યો તે સમયે કોઈ ફ્લાઇટ શિડ્યૂલ નહોતી. ત્યારે હવાઇસેવાને કોઈ અસર થઈ નહોતી. આ ઘટનાની જાણ થતાં જ શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એરપોર્ટ પહોંચ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી. ત્યારે આ સમગ્ર મામલે અજાણ્યા ઇસમ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આજના દિવસ માટે વડોદરા એરપોર્ટને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યું છે.

પોલીસને ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ડિવાઈસ મળ્યું
એરપોર્ટ બહાર અંદર પ્રવેશતી કારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક કારમાં ઈલેક્ટ્રિક ડિવાઈસ મળી આવતા કારને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કારચાલકે એરપોર્ટના ગેટથી જ પાછો મોકલી દેવામાં આવ્યો હતો.