અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના, 64 મુસાફરોને લઈ જતું વિમાન હેલિકોપ્ટર સાથે અથડાયું

America: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. રોનાલ્ડ રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ નજીક એક પેસેન્જર વિમાન હવામાં હેલિકોપ્ટર સાથે અથડાયા બાદ પોટોમેક નદીમાં ક્રેશ થયું. વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે અથડાતાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેટમાં કેટલા લોકો સવાર હતા તેની સંખ્યા હજુ સુધી જાણી શકાયી નથી. પોટોમેક નદીમાં બચાવ બોટ બચાવ કામગીરી ચલાવી રહી છે. એક અહેવાલ મુજબ, અકસ્માત બાદ રીગન નેશનલ એરપોર્ટને કટોકટીના આદેશ હેઠળ બંધ કરી દેવામાં આવ્યું છે.

આ દુર્ઘટના બાદ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને રીગન નેશનલ એરપોર્ટ પરની બધી ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ કરી દીધી છે. રીગન નેશનલ એરપોર્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે DCA ખાતે તમામ ટેકઓફ અને લેન્ડિંગ અટકાવી દેવામાં આવ્યા છે. ઈમરજન્સી કર્મચારી એરફિલ્ડ પર વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહ્યા છે.

માહિતી અનુસાર, અમેરિકન એરલાઇન્સનું વિમાન બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયા બાદ અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયાના અહેવાલ છે. પોલીસ સ્કેનર મુજબ, પીડિતોના મૃતદેહો હજુ પણ નીચે લાવવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને અકસ્માત અંગે માહિતી આપવામાં આવી છે.

સતત અપડેટ ચાલું છે…