November 22, 2024

આ ઉનાળામાં તમે આ કપડાં અને રંગથી મેળવશો એલિગન્ટ લુક

Summer Fashion Tips: દેશ અને તમારા શહેરમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે આપણા કબાટમાં પણ ગરમીના કપડાઓ આગળ આવી ગયા છે. કેટલાક લોકો ઉનાળાને ધ્યાનમાં રાખીને ખાસ પ્રકારની શોપિંગ કરે છે. જે સખત તડકા સામે તેમના લૂકને વધારે નિખારે છે. ઉનાળામાં થોડા ઢીલા, કંફર્ટેબલ અને સ્ટાઈલશ કપડાની સાથે ટ્રેન્ડિં પણ હોવા જોઈએ. ઉનાળામાં કપડાની ગુણવત્તાને લઈને થોડુ વધારે સાવચેત રહેવું જોઈએ. આજે ઉનાળામાં પહેરાતા અને ટ્રેન્ડિ રહેતા કપડાની કેટલીક ટિપ્સ આપની સાથે શેર કરીશું.

લીલો અને પીળો રંગ
તમે લીંબુ અને આછા અથવા પેસ્ટલ લીલો રંગ પસંદ કરી શકો છો. ઉનાળાની ઋતુમાં આ રંગીન આઉટફિટ ખૂબ જ સુંદર લાગશે. ખાસ કરીને જો તમને સૂટ કે કુર્તી પહેરવાનું ગમતું હોય તો આ રંગ તમારા માટે બેસ્ટ રહેશે.

પેસ્ટલ રંગ
તમે કોઈપણ પેસ્ટલ રંગ પહેરી શકો છો. તેનાથી તમારો લુક સોબર અને પરફેક્ટ લાગે છે. જો તમારે આ રંગોનો સૂટ પહેરવો હોય તો તમે તેની સાથે ઓર્ગેન્ઝા દુપટ્ટો પહેરી શકો છો. જે સૂટમાં તમારા દેખાવને સુધારવામાં મદદ કરી શકે છે.

લવન્ડર રંગ અને વાદળી
મોટાભાગની મહિલાઓને આ રંગ ખૂબ જ ગમે છે. તેની ઘણી રેન્જ બજારમાં ઉપલબ્ધ છે. તેથી તમે તમારા કબાટમાં આ રંગના કપડાંનો સમાવેશ કરી શકો છો. જે તમને ખૂબ જ ઉત્તમ અને ભવ્ય દેખાવ આપવામાં મદદ કરશે.

આ પ્રકારનું ફેબ્રિક પસંદ કરો

– ઉનાળામાં સુતરાઉ કપડ પહેરવા એ સારો વિકલ્પ છે. કારણ કે તે પરસેવો શોષવામાં સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. મોટાભાગના લોકોને આ કપડા પહેરવાથી કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેમજ જ્યારે તમે બજારમાં સુતરાઉ કપડાં ખરીદવા જાઓ છો. તો ત્યાં તમને આ કાપડની ઘણી વેરાયટીઓ મળશે. પ્યોર કોટનમાં તમારો લુક રોયલ અને અલગ લાગશે.

– ઉનાળાના કપડાં માટે રેયોન ફેબ્રિક પણ સારો વિકલ્પ છે. તે પરસેવાને યોગ્ય રીતે શોષી લે છે. આ સાથે તમારું ફિટિંગ પણ તેમાં ખૂબ સારું લાગે છે. આ કપડાં ઘણા રંગોમાં સરળતાથી ઉપલબ્ધ છે. જેને તમે તમારી પસંદ મુજબ ડિઝાઇન કરાવી શકો છો અથવા તો તમે આ ફેબ્રિકમાં રેડીમેડ ડ્રેસ મેળવી શકો છો.

– ઉનાળામાં પહેરવામાં આવતા હળવા કપડાંમાં લિનન ફેબ્રિકનો પણ સમાવેશ થાય છે. આ કાપડ અથવા તેમાંથી બનાવેલ ડ્રેસ માર્કેટમાં ઘણી રેન્જમાં ઉપલબ્ધ છે. લાઇટ કલર એમાં ખૂબ જ સુંદર લાગશે. ખાસ કરીને જો તમે આ કપડાની કુર્તી બનાવશો તો તે ખૂબ જ સુંદર લાગશે.