May 15, 2024

ભારતને ના પાડી એલન મસ્ક ચીન પહોંચ્યા! જાણો કેમ…

અમદાવાદ: અરબપતિ એલન મસ્ક આજે બીજિંગના પ્રવાસે છે. આ વચ્ચે ચીનના વધતા ઈલેક્ટ્રોનિક વાહન બજારમાં તેમને ટેસ્લાની ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેકનીકની શરૂઆત કરવાની અટકળો આવી રહી છે. એક અહેવાલ અનુસાર, સ્પેસએક્સ અને ટેસ્લાના પ્રમુખે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પ્રોત્સાહન આપવા માટે ચીન પરિષદના નિમંત્રણ પર ચીનની યાત્રા કરી છે. આ સમયે તેમણે ચીનની સાથે આગળના સહયોગ પર ચર્ચા કરવા માટે સીસીપીઆઈટી અધ્યક્ષ રેન હોંગબિનથી મુલાકાત કરી છે.

આ પણ વાંચો: બેટિંગ એપ કેસમાં એક્ટર સાહિલ ખાનને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો

આ કારણે ભારત પ્રવાસને કર્યો રદ
હોંગકોંગના એક ન્યુઝ પેપરે પોસ્ટમાં લખ્યું કે, મસ્કને સ્ટેટ કાઉન્સિલમાં વરિષ્ઠ ચીની અધિકારીઓ અને બીજિંગમાં જુના મિત્રોને મળવાની સંભાવના છે. મસ્કે શંઘાઈમાં સાત અરબ ડોલરના રોકાણમાં એક ઈવી પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યું. જે બાદ તેમની ટેસ્લા ચીનમાં લોકપ્રિય થઈ ગઈ. આ પ્લાન્ટમાં ઉત્પાદન 2020માં શરૂ થયું હતું. મસ્કે ભારતની મુલાકાત હમણા પુરતી રદ રાખી છે. તેઓ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળવાના હતા. આ સાથે દેશમાં ટેસ્લા માટે કારખાનની જગ્યા માટે વાત કરવાના હતા. મસ્ક બીજિંગના પ્રવાસે એવા સમયે પહોંચ્યા છે જ્યારે ચીનમાં તેમની ટેસ્લા બજારમાં સ્થાનીય EV વાહનોના વધતા વેચાણમાં ખતરો થઈ શકે છે.

કિંમતોમાં કંપની કરી રહી છે ઘટાડો
ઓસ્ટિન(ટેક્સાસ)ની કંપની ટેસ્લાને છેલ્લા કેટલાક વર્ષોથી ચીની EV મેન્યુફેક્ચરથી સારી ટક્કર મળી રહી છે. કંપનીએ ચીનમાં પ્રીમિયમ EV ડિવિઝનમાં પોતાનું સ્થાન બનાવી રાખવા માટે શંઘાઈમાં ઘણા વાહનોની કિંમતમાં 6%ની કટોતી કરી છે. મસ્કની આ મુલાકાત ચીન યાત્રા બીજિંગ વાહન પ્રદર્શન 2024ની આસપાસ થઈ રહી છે.

ભારત પ્રવાસનું કારણ
એલન મસ્ક પોતાના ભારત પ્રવાસમાં 2થી 3 બિલિયન ડોલર એટલે કે 25 હજાર કરોડ રુપિયા સુધીના રોકાણની જાહેરાત કરી શકે છે. જે અંતર્ગત દેશમાં એક મેન્યુફેક્ચરિંગ યૂનિટ લગાવવાની પણ જાહેરાત થવાની હતા. આ સાથે સેટેલાઈટ કમ્યુનિકેશ પર પણ એલન મસ્ક નિવેદન આપે તેવી સંભાવના હતી. આ ઉપરાંત પણ ઘણી જાહેરાતો એલન મસ્ક કરે તેવી સંભાવનાઓ હતી. મહત્વનું છે કે, એલનની આ મુલાકાતમાં તે ભારતીય સ્ટાર્ટઅપ અને સ્પેસ કંપનીઓને પણ મળવાના હતા.