December 5, 2024

રાખી સાવંતની તબિયત બગડી, હોસ્પિટલમાંથી ફોટો થયો વાયરલ

Rakhi Sawant Hospitalized: બિગ બોસ ફેમ રાખી સાવંત ક્યારેય હેડલાઈન્સ બનાવવાનો મોકો છોડતી નથી. પરંતુ હાલમાં જ રાખીની તસવીરો વાયરલ થઈ રહી છે. જેણે તેના ફેન્સને ચિંતામાં મુકી દીધા છે. રિપોર્ટ્સ અનુસાર રાખીને હ્રદયની કેટલીક તકલીફો બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ સોશિયલ મીડિયા પર ઘણી રાખીની હોસ્પિટલની તસવીરો વાયરલ થઈ રહી છે.

રાખી સાવંત હોસ્પિટલમાં દાખલ
રાખી સાવંતની વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે રાખીની હાલત ખરાબ છે અને તેની એક આંગળીમાં ઓક્સિમીટર જોડાયેલ છે. રાખીના બીજા હાથમાં વિગો છે. આ તસવીરો જોઈને રાખીના ફેન્સ ખૂબ જ ચિંતિત થઈ રહ્યા છે અને દરેક વ્યક્તિ તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. મહત્વનું છે કે, પાપારાઝી વિરલ ભાયાનીએ રાખી સાવંતની આ તસવીરો પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું કે તેને હૃદયની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

રાખીની તબિયત વિશે વાત કરતાં તેના પૂર્વ પતિ રિતેશે જણાવ્યું કે, તે તેના સ્વાસ્થ્ય વિશે ટૂંક સમયમાં અપડેટ આપશે. જો કે તેમની તબિયત અંગે હજુ સુધી કોઈ અન્ય રિપોર્ટ સામે આવ્યો નથી.

આ પણ વાંચો: શું અમેરિકા લગાવશે ભારત પર પ્રતિબંધ? ચાબહાર બંદર કરાર પર જયશંકરની પ્રતિક્રિયા

તાજેતરમાં રાખી સાવંત ચર્ચામાં આવી હતી, જ્યારે તે ટુવાલ લપેટીને એક ઇવેન્ટમાં પહોંચી હતી. તેણીના ડ્રેસે ચાહકોને દોજા કેટના સફેદ ટુવાલ ડ્રેસની યાદ અપાવી, જે તેણીએ મેટ ગાલા 2024માં પહેરી હતી. રાખીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ સિવાય રાખી હંમેશા પોતાની હરકતોને કારણે ચર્ચામાં રહે છે. તેના પ્રોફેશનલ લાઈફ કરતાં પણ તે તેના અંગત જીવન માટે ચર્ચામાં રહે છે.