November 10, 2024

બે જૂથોમાં વહેંચાયેલી છે ટીમ MI?, રોહિત-હાર્દિકને લઇને થયો મોટો ખુલાસો…!

Rohit Sharma And Hardik Pandya: આ વર્ષની IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ટીમ પ્લેઓફમાંથી પણ બહાર થઈ ગઈ છે. કેપ્ટનશીપ બદલવાના નિર્ણયની અસર ટીમના પ્રદર્શન પર સ્પષ્ટ દેખાઈ રહી છે. અહેવાલો અનુસાર, ટીમ હવે બે જૂથોમાં વહેંચાયેલી છે. ટીમના અનુભવી ખેલાડી રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પણ એકબીજાનું સન્માન કરતાં નથી.

આ પણ વાંચો: કોરોનાના નવા વાયરસે દેશમાં મચાવ્યો હાહાકાર! KP.2 વેરિઅન્ટ છે ખતરનાક

રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પ્રેક્ટિસ નેટમાં ભાગ્યે જ સાથે જોવા મળે છે.
એક ન્યૂઝ અહેવાલ મુજબ, રોહિત અને હાર્દિક ભાગ્યે જ IPLની આખી સિઝનમાં સાથે પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારેલી મેચ પહેલા રોહિત શર્મા નેટ્સમાં બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ તે સમયે હાર્દિક હાજર નહોતો. બાદમાં જ્યારે રોહિત સૂર્યા અને તિલક સાથે બેઠો હતો ત્યારે હાર્દિક નેટ પર આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે રોહિતને જોઈને ત્રણેય ખેલાડીઓ ઉભા થઈ ગયા હતા.

આ પણ વાંચો:  IPL 2024: ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી આઉટ, હવે છ ટીમો વચ્ચે જંગ

રોહિત શર્માની મુંબઈ સાથે છેલ્લી સિઝન?
આ સિવાય કોલકાતા સામેની મેચ પહેલા રોહિત શર્માની વિરોધી ટીમના આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર સાથેની વાતચીત પણ ચર્ચાનો વિષય બની હતી. આ વાતચીતમાં રોહિતે હાર્દિકના કેપ્ટન બન્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સમાં થયેલા ફેરફારોની નોંધ કરી હતી. તેણે એમ પણ કહ્યું કે આ તેની છેલ્લી સિઝન છે. આગામી સિઝનમાં મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે, તેથી મુંબઈ ઈન્ડિયન્સ રોહિતને રિટેન કરે તેવી શક્યતા ઓછી છે. હાર્દિકને નવો કેપ્ટન બનાવીને ટીમે સ્પષ્ટ કરી દીધું છે કે તે આ ભારતીય ઓલરાઉન્ડર સાથે તેનું ભવિષ્ય જુએ છે.

IPL 2024માં રોહિત શર્માનું પ્રદર્શન
IPL 2024માં રોહિત શર્માએ 13 મેચ રમી છે. આ 13 મેચોમાં 145.42ના સ્ટ્રાઈક રેટથી 349 રન બનાવ્યા છે. તેણે 13 મેચમાં એક પણ અડધી સદી ફટકારી ન હતી, પરંતુ એક સદી ફટકારી હતી. રોહિત શર્માનો આ સિઝનમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 105 રન છે. રોહિતે 13 મેચમાં 35 ફોર અને 20 સિક્સર ફટકારી છે.