July 4, 2024

આ છે IPL 2024ના સૌથી મોંઘા ખેલાડી, એક ગુજરાતીનો પણ છે મસ્ત રેકોર્ડ

અમદાવાદ: IPL 2024 ટુર્નામેન્ટ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ક્રિકેટ પ્રેમીઓમાં જોરશોરથી આ ટુર્નામેન્ટની ચર્ચાઓ થઈ રહી છે. ક્યો ખેલાડી સૌથી મોંઘો અને સૌથી વધારે રેકોર્ડ કોના નામે એની ચર્ચાએ જોર પકડ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. જેસન રોયના બદલે ફિલ સાલ્ટને તક આપવામાં આવી છે. આ ટુર્નામેન્ટ એના આઈપીએલ કરિયરની બીજી સીઝન બની રહેશે. જોકે, એક નજર એના ઉપર પણ કરી લઈએ જેઓ આ સીઝનના સૌથી મોંઘા ખેલાડી તરીકે પુરવાર થયા છે.

14 કરોડ રૂપિયામાં ખરીદ્યો
જ્યારે KKR એ લેફ્ટી ફાસ્ટ બોલરને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો ત્યારે મિચેલ સ્ટાર્ક લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. સ્ટાર્કની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. હરાજીમાં ત્રીજા નંબરના ટોચના ખેલાડી ડેરિલ મિશેલને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મિચેલે ગત વર્ષે રમાયેલી ટુર્નામેન્ટમાં કુલ 27 મેચમાં 34 વિકેટ ખેરવી હતી. એની ઘાતક બોલિંગ સામે ભલભલા બેટ્સમેનને પરસેવો આવી જાય છે. વર્ષ 2018માં કોલકાતા નાઈટ રાઈડર્સમાં જોડાયો હતો. પણ ઈજાને કારણે રમી શક્યો ન હતો.

પંજાબ કિંગ્સના હર્ષલ પટેલ સૌથી વધુ નોંધપાત્ર ઈનિંગ્સ પૈકી એક છે, જેને રૂપિયા 11.75 કરોડની મોટી રકમમાં હસ્તગત કરવામાં આવ્યો હતો. આનાથી પટેલ હરાજીમાં ટોચના ભારતીય ખરીદનાર બન્યા. આ યાદીમાં પાંચમા સ્થાને વેસ્ટ ઈન્ડિઝનો અલઝારી જોસેફ છે, જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વાત કરવામાં આવે હર્ષલ પટેલની તો આ વખતે તે પંજાબ કિંગ્સ ઈલેવનની ટીમમાંથી રમતો જોવા મળશે.

સીઝનમાં એન્ટ્રી કરી
આ પહેલા તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂમાંથી મેચ રમેલો છે. આ ટુર્નામેન્ટમાં હર્ષલે કુલ 92 મેચ રમી છે. 11 વિકેટ ખેરવી છે. એક મેચમાં સતત પાંચ વિકેટ ખેરવવાનો પણ એક મસ્ત રેકોર્ડ એના નામે રહ્યો છે. માત્ર 27 રન આપીને પાંચ વિકેટ ખેરવીને હરીફ ટીમને રીતસર હંફાવી દીધી હતી. વર્ષ 2012માં રમાયેલી આઈપીએલ ટુર્નામેન્ટથી તેમણે આ સીઝનમાં એન્ટ્રી કરી હતી. એ પછી તેને જુદી જુદી ટીમમાંથી રમવાના સારા એવા ચાન્સ મળ્યા છે. પણ આ વખતે એની પ્રાઈસ ફીને લઈને તે ખૂબ જ ચર્ચામાં રહ્યો છે.