July 4, 2024

IVPLT20: ક્રિકેટના મેદાનમાં ભારતીય દિગ્ગજની વાપસી

IVPLT20: ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગ 2024-23 ફેબ્રુઆરીથી દેહરાદૂનમાં શરૂ થવા જઈ રહી છે. આ લીગમાં ભારતનો અનુભવી ખેલાડી મુંબઈની ટીમની કમાન સંભાળવાનો છે. ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગ (IVPL) ની પ્રથમ સિઝન 23 ફેબ્રુઆરી 2024થી રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દેહરાદૂન ખાતે શરૂ કરવામાં આવશે. આ લીગમાં ભારતના તમને ઘણા મહાન ખેલાડીઓ સાથે રમતા જોવા મળશે. આ લીગની મેચો 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ 2024 સુધી રમવામાં આવશે. ભારતીય ક્રિકેટ ચાહકો આ મેચની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ ખેલાડી મેદાનમાં
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ ફરી એકવાર મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ તેઓ ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ચેમ્પિયન ટીમની કમાન સંભાળવા જઈ રહ્યા છે. વીરેન્દ્ર સેહવાગે એક નિવેદન આપ્યું હતું જેમાં તેણે કહ્યું કે ‘હું ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું મુંબઈ ચેમ્પિયન્સ માટે રમીશ. દેહરાદૂનમાં મળીશું.’

આ પણ વાચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો

ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગમાં 6 ટીમો
બોર્ડ ફોર વેટરન ક્રિકેટ ઇન ઇન્ડિયા આ લીગનું આયોજન થવા જઈ રહ્યું છે. ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગ છ ટીમો વચ્ચે રમવામાં આવશે. જેમાં VVIP ઉત્તર પ્રદેશ, રાજસ્થાન લિજેન્ડ્સ, રેડ કાર્પેટ દિલ્હી, છત્તીસગઢ વોરિયર્સ, તેલંગાણા ટાઈગર્સ અને મુંબઈ ચેમ્પિયન્સ સામેલ છે. દરેક ટીમમાં વિશ્વભરના નામાંકિત ખેલાડીઓ રમશે. દરેક ટીમમાં વિશ્વભરના ચારથી પાંચ ચુનંદા ખેલાડીઓ હશે. તમને આ ઈન્ડિયન વેટરન પ્રીમિયર લીગમાં વિરેન્દ્ર સેહવાગ, મુનાફ પટેલ, સુરેશ રૈના, રજત ભાટિયા, ક્રિસ ગેલ, યુસુફ પઠાણ, હર્ષલ ગિબ્સ અને પ્રવીણ કુમાર જેવા ઘણા દિગ્ગજ ખેલાડીઓ જોવા મળશે.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

ગુજરાતની ટીમને મોટો ફટકો
ભારતમાં T20 લીગ હવેથી થોડા મહિનામાં શરૂ થવા જઈ રહી છે. ત્યારે ભારતમાં રમાનારી મહિલા પ્રીમિયર લીગ (WPL 2024) પહેલા ગુજરાત જાયન્ટ્સની ટીમને મોટો ફટકો લાગ્યો હતો. ટીમનો એક સ્ટાર ખેલાડી છે જે કેન્સરની સારવારને કારણે આ સિઝનમાં રમી શકશે નહીં. કેન્સરની સારવારને કારણે આ સ્ટાર ખેલાડી WPL 2024 નહીં રમી શકે, તમને જણાવી દઈએ ગુજરાતે સૌથી વધુ 10 ખેલાડીઓ લીધા હતા.