દિલ્હી-UP સહિત અનેક જગ્યાએ ઠંડીનો ચમકારો, પંજાબ-હરિયાણામાં ધુમ્મસને લઈ યલો એલર્ટ

Winter weather Update: દેશના ઉત્તરીય રાજ્યોમાં ઠંડી સતત વધી રહી છે. લોકોને હવે સ્વેટર પહેરવાની ફરજ પડી રહી છે. તમિલનાડુમાં ચક્રવાતી તોફાન ફાંગલનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે પુડુચેરી, કરાઈકલ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દિલ્હીના લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. IMD અનુસાર આ અઠવાડિયે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
IMD અનુસાર, આગામી સપ્તાહ સુધી દિલ્હીમાં ધુમ્મસ રહી શકે છે. વધુમાં આગામી સપ્તાહે સમગ્ર દિલ્હીનું મહત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રી વચ્ચે રહી શકે છે.
Rainfall Warning : 27th November 2024
वर्षा की चेतावनी : 27th नवंबर 2024Press Release Link (25-11-2024): https://t.co/yOBxb6dPp3#rainfallwarning #IMDWeatherUpdate #stayalert #staysafe #TamilNadu #Kerala #AndhraPradesh@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts @tnsdma… pic.twitter.com/DkpnrRQXsA
— India Meteorological Department (@Indiametdept) November 25, 2024
પંજાબ અને હરિયાણાના અલગ-અલગ ભાગોમાં 28 થી 30 નવેમ્બર સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ચંદીગઢમાં આ દિવસો દરમિયાન ગાઢ ધુમ્મસનું એલર્ટ છે.
આ પણ વાંચો: સુરત: 40થી વધુ મુસાફરોને લઈ જતી બસનો અકસ્માત, એકનું મોત 17થી વધુ ઈજાગ્રસ્ત