October 13, 2024

RCBની પ્લેઓફમાં એન્ટ્રીથી ચાહકોમાં અણધારી ખુશી, વીડિયો વાયરલ

IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 8 વર્ષ બાદ પ્લેઓફમાં જગ્યા બનાવતા ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી રાત સુધી ચાહકોએ આ ખુશીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. હજૂ પણ ચાહકો સોશિયલ મીડિયા પર ખુશીના વીડિયો શેર કરી રહ્યા છે. જેમાંથી એક વીડિયો તો ખુબ વાયરલ થયો છે. 8 વર્ષ બાદ ફરી આરસીબીને આઈપીએલ ટાઈટલ જીતવાની આશા છે.

જીતની કરી ઉજવણી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સની 27 રનથી હરાવ્યું હતું. છેલ્લા 8 વર્ષથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકો આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. મોટી રાત સુધી ચાહકોએ જીતની ઉજવણી કરી હતી. ચાહકો બસ, કાર ઉપર ચઢી ગયા અને ખૂબ નાચતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અહિંયા એ વાત પણ છે કે RCBની પ્લેઓફમાં એન્ટ્રી કોઈ ચમત્કારથી ઓછી નહોતી.

RCBએ વીડિયો કર્યો શેર
આરસીબીની જીત થતાની સાથે RCBએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે ફેન્સ સ્ટેડિયમથી હોટલ સુધીના રસ્તા પર ઉભા છે. તમામ ચાહકોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી રહી છે. વીડિયોને શેર કરતા RCBએ કેપ્શન લખ્યું, “રાત્રે 1:30 વાગ્યાનું આ દ્રશ્ય છે.” અમારી પાસે વિશ્વમાં શ્રેષ્ઠ ચાહકો છે અને અમને તેના પર ગર્વ છે.

આ પણ વાંચો: CSKની હારથી IPLના 17 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

આરસીબીની શાનદાર જીત
મેચની વાત કરવામાં આવે તો ગઈ કાલની મેચમાં , બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનને કારણે આરસીબીની શાનદાર જીત થઈ હતી. RCBએ પ્રથમ બેટિંગ કરી હતી. બેટિંગમાં 20 ઓવરમાં 218/5 રન બનાવ્યા હતા. આ બાદ CSKની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 191 રન બનાવ્યા હતા. આ મેચ 18 તારીખના હતી. 18 મે RCB માટે ખુબ ખાસ રહી છે. આ ત્રીજી વખત હતું જ્યારે 18 મેના રોજ RCBએ IPLમાં CSKને હરાવ્યું હતું. IPLમાં અત્યાર સુધી RCB 18મી મેના રોજ ક્યારેય હાર્યું નથી.