July 3, 2024

T20 World Cup 2024 પછી ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ, જુલાઈમાં રમશે આટલી મેચ

IND vs ZIM: લગભગ એક મહિના સુધી ચાલી રહેલો T20 વર્લ્ડ કપ 2024 હવે સમાપ્ત થઈ ગયો છે. જેમાં ટીમ ભારત ચેમ્પિયન બની છે. વર્ષ 2007માં ધોની કપ્તાન હતો તે સમયે ભારત ચેમ્પિયન બન્યું હતું. લગભગ એક મહિના સુધી ચાલેલી T20 ક્રિકેટની આ સૌથી મોટી ટૂર્નામેન્ટ ખતમ થઈ ગઈ છે. હવે બીજી ક્રિકેટ શરૂ થવાની છે. ત્યારે આવો જાણીએ કે ભારતીય ક્રિકેટ ટીમનું આગામી શેડ્યૂલ શું છે અને આ મહિનામાં કેટલી મેચ રમશે.

ભારત વિ ઝિમ્બાબ્વે શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ

પ્રથમ T20 મેચ: 06 જુલાઈ, શનિવાર: હરારે
1લી T20 મેચ: 07 જુલાઈ, રવિવાર: હરારે
1લી T20 મેચ: 10 જુલાઈ, બુધવાર: હરારે
1લી T20 મેચ: 13 જુલાઈ, શનિવાર: હરારે
1લી T20 મેચ: 14 જુલાઈ, રવિવાર: હરારે

આ પણ વાંચો: T20 World Cup 2024માં અમેરિકાએ 2 મેચ જીતી છતાં પાકિસ્તાન કરતાં વધુ પૈસા મળ્યાં

ટી20 મેચની સીરીઝ
ટીમ ઈન્ડિયા હવે ઝિમ્બાબ્વે સામે 5 ટી20 મેચોની સીરીઝ રમવાની છે. જેની જાહેરાત BCCIએ કરી છે. જેના શેડ્યૂલ જાહેરાત અગાઉ કરી દેવામાં આવી છે. ભારત અને ઝિમ્બાબ્વે શ્રેણીની પ્રથમ મેચ 6 જુલાઈના રમાશે આ સાથે 2જી મેચ 7મી જુલાઈના રમાશે. આ સીરીઝમાં ઘણા ઓછા ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. સુકાનીપદની જવાબદારી શુભમન ગિલને સોંપવામાં આવી છે.

ઝિમ્બાબ્વે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમ
રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રિયાન પરાગ, શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ , મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.