November 23, 2024

બાંગ્લાદેશ અને ટીમ ઈન્ડિયાના જુઓ હેડ ટુ હેડ આંકડા

India vs Bangladesh: ટેસ્ટ બાદ હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 મેચની સિરીઝ રમાવાની છે. આ સિરીઝની પહેલી મેચ 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં રમાવાની છે. આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા હાલ ગ્વાલિયર પહોંચી ગઈ છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા સંપૂર્ણપણે બદલાયેલી જોવા મળશે.

ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી
સિરીઝની પહેલી મેચ 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં રમાવાની છે. આ માટે બીસીસીઆઈ દ્વારા પહેલા જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ માટે ટીમ ઈન્ડિયા ગ્વાલિયર પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયામાં આ વખતે ઘણો ફેરફાર જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે T20 ઈન્ટરનેશનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 મેચ રમાણી છે. જેમાં ટીમ ઈન્ડિયાની 13 મેચમાં જીત થઈ છે. જેના કારણે એવું કહી શકાય કે ટીમ ઈન્ડિયાને આ મેચને જીતવી કોઈ પડકારજનક નહીં હોય.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

ટીમ ઈન્ડિયા સામે પ્રથમ મેચ જીતી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2009થી T20 મેચ રમાઈ છે. વર્ષ 2019માં પહેલી વાર એવું બન્યું હતું કે ટીમ ઈન્ડિયાની હાર અને બાંગ્લાદેશની ટીમની જીત થઈ હતી. આ સમયે ટીમ ઈન્ડિયાની કમાન રોહિતના હાથમાં હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ ટીમ ઈન્ડિયાએ કરી હતી. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. આ પછી બાંગ્લાદેશની ટીમે ભારતની ટીમને હરાવવામાં સફળ રહી ના હતી.