November 26, 2024

T20 Series:રોહિત બાદ શુભમન પર સુકાનીનો ‘સરતાજ’, ‘ગિલગેંગ’ જાહેર

IND vs ZIM: ભારતીય ટીમ હાલમાં T20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝમાં હાજર છે. દરમિયાન, BCCI એ વર્લ્ડ કપ પછી તરત જ ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે સીસીઆઈની પસંદગી સમિતિએ આ શ્રેણી માટે સંપૂર્ણપણે યુવા ટીમ પસંદગી કરી છે. આ સાથે ખાસ વાત એ છે કે આ ટીમની કમાન એવા યુવા ખેલાડીને સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ખેલાડી શુભમન ગિલ છે. શુભમન ગિલ માટે મહત્વની વાત એ છે કે પહેલી વખત તે કોઈ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. આ સાથે ખાસ વાત એ પણ છે કે આ ટીમમાં એવા ખેલાડીઓ પણ સામેલ છે જેમને પહેલીવાર ભારતીય ટીમની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ગિલ સામે મોટો પડકાર
શુભમન ગિલ સામે મોટો પડકાર રહેશે. તમને જણાવી દઈએ કે ગિલે IPL 2024 દરમિયાન ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કર્યું હતું. જોકે અહિંયા એ વાત પણ મહત્વની છે કે તેની કપ્તાની હેઠળ ગુજરાતની ટીમનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. ટીમ લીગ તબક્કામાંથી બહાર થઈ ગઈ હતી અને 14 મેચમાંથી માત્ર 5 જ મેચમાં જીત મેળવી હતી. જેના કારણે કેપ્ટન શુભમન ગિલ માટે આ શ્રેણી સરળ નથી.

આ પણ વાંચો: IND vs AUS મેચ પહેલાં સેન્ટ લુસિયામાં ભારે વરસાદ, વીડિયો વાયરલ

સિરીઝ ક્યારે શરૂ થશે
1લી T20I- 06-જુલાઈ 2024, હરારે સ્પોર્ટ્સ ક્લબ, સાંજે 4:30
2જી T20I- 07-જુલાઈ 2024, હરારે સ્પોર્ટ્સ ક્લબ, સાંજે 4:30
3જી T20I- 10-જુલાઈ 2024, હરારે સ્પોર્ટ્સ ક્લબ, સાંજે 4:30
4થી T20I – 13-જુલાઈ 2024, હરારે સ્પોર્ટ્સ ક્લબ, 4મી

ઝિમ્બાબ્વે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમ
રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રિયાન પરાગ, શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ , મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.