November 23, 2024

T20 World Cup જ નહીં, ભારતીય ટીમે આ ICC ટૂર્નામેન્ટમાં પણ અજેય રહીને ટ્રોફી જીતી

T20 World Cup 2024: ભારતીય ટીમ T20 વર્લ્ડ 2024ની અંતિમ મેચમાં 7 રનથી જીત મેળવીને ટ્રોફી જીતવામાં સફળ રહી છે. ખાસ વાત એ છે કે એક પણ મેચ હાર્યા વગર ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું.

સેમિફાઈનલમાં શાનદાર પ્રદર્શન
રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂનના રોજ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં દક્ષિણ આફ્રિકા સામે 7 રનથી T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી લીધી છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજથી લઈને ફાઈનલ સુધી પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાએ એવું કરી બતાવ્યું કે જે આજ દિન સુધી કોઈ ટીમ કરી શકી નથી. કોઈ પણ મેચમાં હાર વગર ટીમ ભારતે વિજય મેળવ્યો છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આવું પહેલી વાર થયું નથી. આ પહેલા પણ ટીમ ભારતે આવું કારનામું કર્યું છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાએ ફાઇનલ મેચ જીતી તેની 5 મહત્વપૂર્ણ ક્ષણો

ટ્રોફી જીતી
ટીમ ઈન્ડિયા મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2013માં ઈંગ્લેન્ડ દ્વારા આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. જેમાં ICC ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાં વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનને હરાવ્યું હતું, આ સમયે સેમિફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. આ પછી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે યજમાન ઈંગ્લેન્ડ સામે 5 રનથી જીત પ્રાપ્ત કરી હતી. ODI વર્લ્ડ કપમાં અજેય રહીને ટ્રોફી જીતનાર ટીમોની વાત કરવામાં આવે તો વેસ્ટ ઈન્ડિઝ – 1975 વર્લ્ડ કપ, વેસ્ટ ઈન્ડિઝ – 1979 વર્લ્ડ કપ, શ્રીલંકા – 1996 વર્લ્ડ કપ, ઓસ્ટ્રેલિયા – 2003 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા – 2007 વર્લ્ડ કપમાં જીત મેળવી છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં અજેય રહીને ટાઇટલ જીતનાર ટીમની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકા – વર્ષ 1999, ન્યુઝીલેન્ડ – વર્ષ 2000, વેસ્ટ ઈન્ડિઝ – વર્ષ 2004, ઓસ્ટ્રેલિયા – વર્ષ 2009, ભારત – વર્ષ 2013માં જીત પ્રાપ્ત કરી હતી. ભારત – વર્ષ 2024 ICC T20 વર્લ્ડ કપની ટીમો જેણે અણનમ રહીને ટ્રોફી જીતી છે.