October 13, 2024

T20 World Cup 2024: તોફાનના કારણે બાર્બાડોસમાં ફસાઈ ટીમ ઈન્ડિયા

T20 World Cup 2024: ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ જીતી લીધો છે. આ બાદ હવે બાર્બાડોસથી ઘરે જવા ટીમ ઈન્ડિયા નિકળવાની હતી. પરંતુ વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. જેના કારણે ટીમ ઈન્ડિયાને પરત ફરવાના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે.

શાનદાર જીત હાંસલ કરી
ભારતીય ટીમે 29 જૂને બાર્બાડોસના મેદાન પર રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. જેમાં ટીમ ઈન્ડિયા એક પણ મેચ હાર્યા વગર ફાઈનલમાં જીત મેળવી લીધી છે. મહત્વની વાત એ છે બાર્બાડોસમાં છેલ્લા ઘણા સમથી વાતાવરણ ખુબ ખરાબ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે સરકારે પણ વાવાઝોડાને લઈને ચેતવણી આપી છે. જેના કારણે બીસીસીઆઈએ ટીમની સ્વદેશ પરત ફરવાના શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે. આ સાથે અન્ય વિકલ્પ પણ વિચારવામાં આવશે.

આ પણ વાંચો: T20 World Cup જ નહીં, ભારતીય ટીમે આ ICC ટૂર્નામેન્ટમાં પણ અજેય રહીને ટ્રોફી જીતી

ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરી
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચના બીજા દિવસે 30 જૂને રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. આજ સવારે ભારતીય ટીમ અમેરિકાથી સીધી UAE જશે અને ત્યાંથી મુંબઈ માટે રવાના થવાની હતી. પરંતુ વાતાવરણને ધ્યાનમાં રાખીને વધુ એક દિવસ બ્રિજટાઉનમાં રોકાવું પડશે. BCCI હવે વૈકલ્પિક યોજના બનાવવા પર વિચાર કરી રહી છે. એક માહિતી પ્રમાણે BCCI હવે સીધા ભારત પરત ફરવા માટે અમેરિકાથી ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરી રહ્યું છે.