July 2, 2024

મલયાલમ ફિલ્મના એ અભિનેતા જેમણે Keralaમાં કમળ ખિલવ્યું

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 ખુબ ખાસ રહી. લોકોએ તો થીક પરંતુ નેતાઓએ પણ નહીં વિચાર્યું હોય કે આવું પરિણામ આવશે. 400 પારની વાત થઈ રહી હતી. પરંતુ 300 સીટ લાવવામાં પણ હાફી ગયું ભાજપ. ત્યારે એક સીટ એવી પણ છે જ્યાં અત્યાર સુધી ભાજપનું ખાતું ખુલ્યું ના હતું. પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે રણમાં કમળ ખીલે તેવી રીતે કેરળમાં કમળ ખીલ્યું છે. આવો આ સાંસદ કોણ છે જેણે આ ચમત્કાર કરી બતાવ્યો.

પરિણામો થયા જાહેર
લોકસભા ચૂંટણી 2024માં ભાજપ માટે દેશમાંથી ખરાબ સમાચાર મોટે ભાગે આવ્યા છે. ત્રીજી વખત મોદી તો આવી ગયા પરંતુ કેટલીય એવી સીટ છે કે જ્યાં ભાજપનું આવવું શક્ય ના હતું. પરંતુ પહેલી વાર બન્યું કે કેરળમાં કમળ ખીલ્યું. ભાજપને બહુમતી કરતાં ઓછી બેઠકો મળી છે પરંતુ તેની આગેવાની હેઠળના NDA ગઠબંધન પાસે પૂર્ણ બહુમતી છે. કેરળમાં પહેલીવાર ભાજપના સુરેશ ગોપી રાજ્યની ત્રિશૂર લોકસભા સીટ પરથી 75 હજારથી વધુ મતોથી જીત્યા છે.

આ પણ વાંચો: રામ મંદિરનું મેજિક ફેઈલ, યોગી-મોદીની ગેરંટી ન ચાલી

કોણ છે સુરેશ ગોપી?
કેરળમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવનાર સાંસદ સુરેશ ગોપી છે. તેઓ મલયાલમ ફિલ્મ અભિનેતા છે. તેઓ ફિલ્મી દુનિયા છોડીને રાજકારણ તરફ વળ્યા છે. તેમણે 250 થી વધુ લોકપ્રિય ફિલ્મોમાં કાર્ય કર્યું છે. તેમને એક ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. તેમનો જન્મ કેરળના અલપ્પુઝા જિલ્લામાં થયો છે. તમને જણાવી દઈએ કે 29 એપ્રિલ 2016ના રોજ રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2016માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.