February 25, 2025

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રોડ રસ્તા અને ગટરના ઢાંકણા તૂટેલા વાહન ચાલકો ત્રસ્ત

Surendranagar News: સુરેન્દ્રનગર જીલ્લામાં બિસ્માર રસ્તાઓ તેમજ ગટરોના ખુલ્લા ઢાંકણાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે રિવરફ્રન્ટ રોડ, મેઇન રોડ, ટીબી હોસ્પિટલ રોડ તેમજ અનેક ગામોમાં બિસ્માર રસ્તાઓથી ગ્રામજનો તોબા પોકારી ઉઠયા છે. જે અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાઓનું તેમજ જે ગટરો પર ઢાંકવામાં આવેલ ઢાંકણા તૂટેલા જોવા મળી રહ્યા છે. તેનું રીપેરીંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો: દિલ્હીમાં બીજેપીની જીતની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી

ગટરના તૂટેલા ઢાંકણાનું સમારકામ
સુરેન્દ્રનગર જીલ્લાના રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. સુરેન્દ્રનગર શહેરમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલી તેમજ ઉચા હોવાની ફરિયાદો અવાર નવાર ઊઠે છે. ત્યારે શહેરમાં ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણાઓનું સમારકામ કરાવવાની માંગ શહેરીજનોમાં ઉઠી રહી છે. ખાસ કરીને 80 ફુટ રોડ ઉપર બ્રહ્માકુમારી સર્કલ, રિવરફ્રન્ટ રોડ તેમજ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ઘણા સમયથી ગટરના તૂટેલા ઢાંકણાનું સમારકામ ન થતાં લોકોમાં કચવાટ ફેલાયો છે. હાલ શહેરમાં ભૂગર્ભ ગટરના ઢાંકણાનું સમારકામ ઝડપથી કરવામાં આવે તેવી શહેરીજનોની માગણી છે. આ અંગે અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે આ મુદ્દો ધ્યાને આવતા તેનું યોગ્ય સમયે સમારકામ શરૂ કરવામાં આવશે. ઢાંકણા તૂટેલી હાલતમાં છે ત્યાં નવા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.