March 26, 2025

સતત ત્રીજા દિવસે જામનગરના દેવ ગ્રુપ પર IT વિભાગની તવાઈ, મોટાપાયે કરચોરી પકડાવવાની શકયતાઓ

Ahmedabad: જામનગરના દેવ ગ્રુપ પર ત્રીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે. IT વિભાગે કરોડોની રોકડ રકમ તેમજ રોકડ દાગીના જપ્ત કર્યા છે. સતત 3 દિવસથી સોલ્ટ ફેક્ટરી સહિત 15થી વધુ સ્થળે દરોડા પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદની કંપનીના કોર્પોરેટ હાઉસમાં 30 અધિકારીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં મીઠાના ધંધાર્થીઓને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં જામનગરના મીઠાના એક વ્યવસાયકારનો સમાવેશ થાય છે. અધિકારીઓની અલગ-અલગ 25 ટીમો દેવ સોલ્ટના 15સ્થળો તથા મુખ્ય ફેક્ટરી પર સર્ચ કામગીરી કરી રહી છે. જોકે, ઇન્કમટેક્સ વિભાગના દરોડામાં મોટાપાયે કરચોરી પકડાવવાની શકયતાઓ છે.

આ પણ વાંચો: કેરેબિયન દેશોમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ, આંચકા બાદ ભયંકર સુનામીની ચેતવણી

દેવ ગ્રુપની અનેક સાઇટ અને ઓફિસોમાં ઇન્કટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમા રાજકોટ, અમદાવાદ, જામનગર અને ગાંધીધામમાં ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેવ ગ્રુપ સોલ્ટનો દેશભરના મીઠાના વ્યવસાયમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.