November 22, 2024

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા બાળકીને જીવતી દાટવા મામલે ત્રણ આરોપીની ધરપકડ

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના હરીપર પાસે નવજાત બાળકીને જીવતી દાટવાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. લગ્ન વગર પ્રેમ સબંધમાં બાળકીનો જન્મ થતાં બાળકીની માતા પાડોશી મહિલા સાથે રોડ પર બેઠા હતા અને માસૂમ બાળકીની નાની પાડોશી સાથે માસૂમને જીવતી દાટવા જંગલમાં ગયા હતા.

ધ્રાંગધ્રા તાલુકા પીઆઇ ડીડી જાડેજાએ આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે માસૂમ બાળકીની માતા સંગીતાબેનની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેમની સામે કાર્યવાહી કરવાની કવાયત ચાલુ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરીપર પાસે નવજાત બાળકીને જીવતી દાટવાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં લગ્ન વગર પ્રેમસંબંધમાં બાળકીનો જન્મ થતાં બાળકીની માતા પાડોશી મહિલા સાથે રોડ પર બેઠા હતા. માસૂમ બાળકીની નાની પાડોશી સાથે માસૂમને જીવતી દાટવા જંગલમાં ગયા હતા. આ ચકચારી કેસમાં ધ્રાંગધ્રા તાલુકા પીઆઇ ડીડી જાડેજા દ્વારા ત્રણ આરોપીઓને ઝબ્બે કરવામાં આવ્યા છે. જ્યારે માસૂમ બાળકીની માતા સંગીતાબેનની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી અટક કરવાના બાકી છે.

આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ડીડી જાડેજાએ જણાવ્યુ છે કે, ‘આ કેસમાં ત્રણ આરોપીઓ હરજીભાઈ રામસિંગભાઈ સરવાડીયા, રહે-ઇસદ્રા તા.ધ્રાંગધ્રા, મંજુબેન સવજીભાઈ મુલાડીયા, રહે – વાવડી તા.ધ્રાંગધ્રા, પિલુબેન બાબુભાઈ ભુદરભાઈ થરેશા, રહે-વાવડી તા.ધ્રાંગધ્રાની અટક કરવામાં આવી છે. આ કેસમાં મંજુબેન તથા હરજીભાઈ આ નવજાત શિશુ બાળકીને જંગલમાં દાટવા માટે ગયા હતા. જ્યારે આ માસૂમ નવજાત બાળકીની માતા સંગીતાબેન સવજીભાઈ તથા પીલુબેન દેવીપૂજક રોડ ઉપર બેઠા હતા. આ કેસમાં ત્રણ આરોપીઓની અટક કરી લેવામાં આવી છે. જ્યારે માસૂમ બાળકીની માતા સંગીતાબેનની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી અટક કરવાના બાકી છે.