અરવલ્લીના એક છેડે મુખ્યમંત્રી અને બીજે છેડે કોંગ્રેસ અધ્યક્ષે ચા-પાણી કર્યા
સંકેત પટેલ, અરવલ્લીઃ જિલ્લાના એક જ ગામની બે જુદી જુદી દિશાએ CM ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલએ ચા-પાણી કર્યા છે. અરવલ્લી ખાતે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અનાદિમુકત વિશ્વમ શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસા-ધનસુરા હાઇવે પર શીકા નજીક SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અનાદિમુકત વિશ્વમ શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત હજારો અનુયાયીઓને ઉદ્બોધન કરવા મુખ્યમંત્રી પહોંચ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમ પૂરો કરીને શીકાના પશ્ચિમ ચોકડી પર કાર્યકર્તાઓ સાથે બેસીને ચાય પે ચર્ચા કરી હતી અને સામાન્ય લોકો સાથે બેઠક કરી અને લોકસભા ચૂટણીની ચર્ચાઓ કરી હતી.
આ પણ વાંચોઃ આ ગામમાં ગધેડા પર બેસાડીને ફૂલેકું કાઢીને થાય છે ધૂળેટીની ઉજવણી!
તો બીજી તરફ, સમાંતરે શીકાના પૂર્વ વિસ્તારમાં આવેલા કોંગ્રેસી પૂર્વ MLA રાજેન્દ્રસિંહ ઠાકોરના ફાર્મ હાઉસ પર શક્તિસિંહ ગોહીલ ચા-પાણી કરી રહ્યા હતા.અને કાર્યકરો કરો જોડે બેઠક કરી લોકસભા ચૂટણીની ચર્ચા કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે આગામી 7મી મેના દિવસે મતદાન યોજાવવાનું છે. જેને લઈને તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે અને જીતવા માટે બનતા પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં ભાજપની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં ચૂંટણી લડવાનું છે.