July 7, 2024

લગ્નની લાલચ આપી ST ડ્રાઇવરે અપડાઉન કરતી યુવતી સાથે દુષ્કર્મ આર્ચર્યું

અમિત રૂપાપરા, સુરત: સુરતમાં પોલિટેકનિકમાં કોમ્પ્યુટર એન્જીનિયરિંગ પાસ યુવતી સાથે બસ ડ્રાઇવર લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચાર્યુ હતું. યુવતી ગર્ભવતી થતાં તેને ઠંડાપીણામાં દવા આપીને ગર્ભ પણ પડાવ્યો હતો. અંતે બસ ડ્રાઈવરે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. અઠવા પોલીસે આ સમગ્ર મામલે બળાત્કારનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરતની કોલેજમાં વિદ્યાર્થિનીઓની ટી-શર્ટ ઊંચી કરાવતા મસમોટો હોબાળો

સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તે પોતાના વતન આહવાથી સુરતનું અપડાઉન કરતી હતી. તે સમયે વાંસદાનો રહેવાસી અને ST ડ્રાઇવર તરીકે નોકરી કરતા મહેન્દ્ર સાથે તેની મિત્રતા થઈ હતી. મહેન્દ્ર ભોયા સાથે તેની મિત્રતા ગાઢ બનતા બંનેએ મોબાઇલ નંબરની આપ લે કરી હતી અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો હતો. મહેન્દ્રએ યુવતીને અઠવાલાઇન્સના કૈલાશનગરના રવિ એપાર્ટમેન્ટમાં બોલાવી તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો અને યુવતીને લગ્નની લાલચ આપી હતી, ત્યારબાદ અવારનવાર અલગ અલગ જગ્યાના ગેસ્ટ હાઉસ પર લઈ જઈ યુવતી સાથે શારીરિક સુખ માણ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં રોગચાળો વકર્યો, ઝાડા-ઉલટી બાદ એક બાળક સહિત 2ના મોત

જોકે આ યુવતી ગર્ભવતી થઈ હોવાની જાણ મહેન્દ્રને થતાં તેને ઠંડાપીણામાં યુવતીને દવા પીવડાવી તેનું ગર્ભ પડાવી દીધું હતું. જોકે ત્યારબાદ પણ મહેન્દ્રા યુવતી સાથે શારીરિક સુખ માણવાનું શરૂ રાખ્યું હતું અને અંતે યુવતીએ મહેન્દ્રને લગ્ન કરવાનું કહેતા તેને લગ્ન કરવાની ના પાડી દીધી હતી બીજી બાજુ યુવતીને જાણવા મળ્યું હતું કે મહેન્દ્રનો સબંધ અન્ય યુવતી સાથે છે. મહેન્દ્રએ આ યુવતીને અનેકવાર માર પણ માર્યો હતો. તો આ વાતની જાણ યુવતીના પિતાને થઈ હોવાના કારણે યુવતીના માતા પિતાએ મહેન્દ્રને સમજાવવા માટે મહેન્દ્રના ગામના સરપંચને કહ્યું હતું, પરંતુ સરપંચને પણ મહેન્દ્રએ યોગ્ય જવાબ આપ્યો ન હતો અને અંતે યુવતીએ મહેન્દ્ર સામે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.