November 22, 2024

કંતારા-2 ની શૂટિંગ જોરમાં, જંગલમાં તૈયાર કર્યો ખાસ સેટ

અમદાવાદ: હોમ્બલે ફિલ્મસ ઈન્ડિન સિનેમાનું સૌથી મોટું પ્રોડક્શન હાઉસ છે. આ લીડિંગ પ્રોડક્શન હાઉસે પોતાના બેનર અંતર્ગત KGF-2, કંતારાઃ એ લીજેન્ડ અને પ્રભાસ-પ્રશાંત નીલની સલાર પાર્ટઃ1 સીઝફાયર જેવી બ્લોકબસ્ટરની સાથે ઈન્ડિયન સિનેમામાં પ્રોત્સાહન આપ્યું છે. તેમનું આગામી પ્રોજેક્ટ સૌથી મોટો કંતારાઃ ચેપ્ટર 1 છે. જેનું ફેન્સ ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા થોડા દિવસના અંતરે ફિલ્મ અને તેના સેટને લઈને સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે હાલ આજે નવું અપડેટ આવ્યું છે. જે અનુસાર આ ફિલ્મનું શૂટિંગ એક અઠવાડિયાની અંદર શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં 20 દિવસનું શેડ્યુલ છે. આ શેડ્યુલમાં ટીમ ફિલ્મની જરૂરી શૂટિંગ જંગલમાં શૂટ કરશે. આ શૂટિંગ ખુબ જ સુંદર કુંડપુરાના કોસ્ટલ વિસ્તારમાં શુટ થશે.

આ પણ વાંચો: ‘હિટમેન’ રોહિત શર્માના આ 5 મહારેકોર્ડ, જેને તોડવો મુશ્કેલ જ નહીં, અશક્ય છે!

200×200 ફૂટનો એક વિશાળ સેટ બનાવવામાં આવ્યો છે અને કુંડાપુરા બનાવવા માટે મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાંથી 600 સુથાર અને સ્ટંટ માસ્ટર્સને હાયર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સેટ બનાવતા પહેલા કલાકારોને સખત તાલીમ આપવામાં આવી રહી છે. જો આપણે ફિલ્મને લગતી અન્ય વિગતો વિશે વાત કરીએ તો આ ફિલ્મનું નિર્દેશન ઋષભ શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું છે. જે ફિલ્મના મુખ્ય અભિનેતા પણ છે. જ્યારે તેનું સંગીત અજનેશ લોકનાથે આપ્યું છે અને સિનેમેટોગ્રાફી અરવિંદ કશ્યપ સંભાળી રહ્યા છે.

આ ફ્રેન્ચાઇઝીની પ્રથમ ફિલ્મ ‘કાંતારા: અ લિજેન્ડ’એ દર્શકોને એક યાદગાર સિનેમેટિક અનુભવ આપ્યો. જે પહેલાં ક્યારેય જોવા મળ્યો ન હતો. ફિલ્મનો થિયેટ્રિકલ અનુભવ પ્રેક્ષકોના હૃદય અને સ્મૃતિઓમાં કાયમ રહ્યો અને જ્યારે રિષભ શેટ્ટી અને હોમ્બલ ફિલ્મ્સે પ્રિક્વલ ‘કંતારા: ચેપ્ટર 1’ ની જાહેરાત કરી, ત્યારે અન્ય એક ભવ્ય થિયેટ્રિકલ અનુભવ જોવાનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો.  આ દરમિયાન હોમ્બલે ફિલ્મ્સ પાસે ફિલ્મોની આકર્ષક લાઇન-અપ છે. જેમાં સલાર ભાગ 2: શૌરંગા પરવમ પણ સામેલ છે.