Sonu Sood Wife: સોનુ સૂદની પત્નીનો થયો ભયાનક અકસ્માત, ગાડીનો વળી ગયો કચ્ચરઘાણ

Sonu Sood Wife: બોલિવૂડમાં મસીહા તરીકે પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદની પત્નીનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત મુંબઈ નાગપુર હાઇવે પર થયો છે. કાર સાથે ટ્રક અથડાઈ હતી. સોનુ સૂદ નાગપુર જવા રવાના થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કારમાં સોનુ સૂદની પત્ની સોનાલી, ભાભી અને ઘણા સંબંધીઓ હતા.
આ પણ વાંચો: દિલ્હી કેપિટલ્સની ટીમ કેએલ રાહુલની ખુશીમાં જોડાઈ, વીડિયો થયો વાયરલ
શું છે આખો મામલો?
ફોટો જે સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે કાર સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. સોનુ સૂદની પત્ની સાથે તેના પરિવારના લોકો પણ હાજર હતા. જેવી સોનુ સૂદને માહિતી મળી તરત તે તેની વાઈફને મળવા માટે નિકળી ગયો હતો. આ વિશે પોલીસ કમિશનરે નિવેદન આપ્યું છે કે કાર સંપૂર્ણપણે નાશ પામી છે. પોલીસે માહિતી આપતા એમ પણ જણાવ્યું કે અકસ્માત સોમવારે રાત્રે થયો હતો. એરબેગ્સ ખુલી જતાં બધાનો બચાવ થયો પરંતુ કારને ભારે નુકસાન થયું છે.