November 25, 2024

ભારતનું આ ખતરનાક ગામ જ્યાં પાળવામાં આવે છે કોબ્રા

Snake: તમે કોઈના ઘરે બિલાડી પાળેલી જોવા મળે છે તો કોઈના ઘરે ડોગી તો કોઈના ઘરે ક્યૂટ ક્યૂટ પક્ષી પણ હોય છે. પરંતુ શું તમે કયારે પણ સાંભળ્યું કે સાપ કોઈએ પાળ્યો હોય? કદાચ આ સાંભળીને પણ તમને નવું લાગ્યું હશે. પરંતુ આ સત્યતા છે. આ વાતનો તમને ભરોસો તો નહીં આવે પરંતુ મહારાષ્ટ્રમાં એક ગામ આવેલું છે. જ્યાં સાપને પાળવામાં આવે છે. આવો જાણીએ તેના વિશે.

લોકો સાપને પાળે છે
સાપનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે, ત્યારે ભારતમાં એક એવું ગામ છે જ્યાં લોકો સાપને પાળે છે. આ વાત તમને અજીબ લાગે છે પરંતુ તે સત્યતા છે. મહારાષ્ટ્રના આ ગામમાં માણસ અને સાપ સાથે રહે છે. આ ગામને સાપનું ગામ પણ કહેવામાં આવે છે. આ ગામનું નામ શેતફળ ગામ છે અને તે મહારાષ્ટ્રમાં આવેલું છે. આ ગામના લોકો સાપને પોતાના પરિવારનો સભ્ય ગણીને રાખે છે. ગામના લોકો સાપ સાથે રમતા જોવા મળે છે. સાપને પાળે તો છે પરંતુ તેની સાથે તેની પૂજા પણ કરે છે. ગામની અંદર ઘણા એવા મંદિર છે જ્યાં સાપ રાખવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીએ આ 3 વસ્તુઓ ન ખાવી

લોકોના બેડરૂમની અંદર સાપ
આ ગામમાં ઘરો સિવાય ખેતરો, ઝાડ અને લોકોના બેડરૂમની અંદર પણ સાપ જોવા મળે છે. ગામમાં રહેતા લોકોનું કહેવું છે કે આ સાપ તેમને કરડતા પણ નથી અને નુકસાન પણ નથી કરતા. એક માહિતી પ્રમાણે આ ગામના લોકોનું માનવું છે કે તેમના પૂર્વજોએ સાપ રાખવાનું શરૂ કર્યું હતું જે બાદથી તમામ પેઢીઓ સાપને રાખી રહ્યા છે. જો તમે પણ આવા ગામની મુલાકાત લેવા માંગો છો કે જે કંઈ અલગ છે તો ચોક્કસ આ ગામની મુલાકાત તમારે લેવી જોઈએ.