November 26, 2024

Shubman Gill રચશે ઇતિહાસ, કેપ્ટન તરીકે પ્રથમ T20I મેચ

Shubman Gill Captaincy:  શુભમન ગિલને ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની ટીમમાં જગ્યા મળી નથી. તેને ટ્રાવેલિંગ રિઝર્વ રાખવામાં આવ્યો હતો. તો હવે તેને ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. તેણે આ પહેલા કયારે પણ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી નથી. આ દરમિયાન તેઓ ટોસ કરતાની સાથે જ ઈતિહાસ રચી દેશે.

T20Iમાં 13 ખેલાડીઓએ ભારતનું નેતૃત્વ 
અત્યાર સુધીમાં કુલ 13 ખેલાડીઓએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. વીરેન્દ્ર સેહવાગ ભારતીય ટીમના પહેલા કેપ્ટન હતા. આ પછી મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળી હતી. તેમની કપ્તાનીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2007નો ખિતાબ પણ જીત્યો હતો. તે સૌથી વધુ T20I મેચોમાં ભારતની કેપ્ટનશિપ કરનાર ખેલાડી પણ છે. તેણે 72 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશિપ કરી છે.

કેપ્ટનશીપ કરનાર ખેલાડીઓ
T20Iમાં ભારતની કેપ્ટનશીપ કરનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો વિરેન્દ્ર સેહવાગ, મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, રિષભ પંત, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, રૂતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ કરી ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે ભારતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો છે. રોહિત એવો કેપ્ટન છે જેણે ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ જીતી છે. શુભમન ગિલ T20Iમાં સુકાની કરનાર ભારતના 14મા કેપ્ટન બનશે. શુભમન ગિલ IPL 2024માં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. આ દરમિયાન તેમનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળ્યું ના હતું.

આ પણ વાંચો: ‘Maa tujhe salam’ હાર્દિક-વિરાટનો વીડિયો વાયરલ

ઝિમ્બાબ્વે સામેની પ્રથમ અને બીજી T20 માટે ટીમ ઈન્ડિયા
રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટમાં), તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા (વિકેટમાં) , હર્ષિત રાણા.