September 2, 2024

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીથી નારાજ થયા શશિ થરૂર

Shashi Tharoor:  ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી 30 જુલાઈ સુધી 3 T20 મેચની શ્રેણી રમાવાની છે. આ બાદ 02 ઓગસ્ટથી 07 ઓગસ્ટ સુધી 3 ODI મેચોની શ્રેણીનું આયોજન કરાશે. આ વચ્ચે શશિ થરૂરે આ પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે.
શશિ થરૂર ગુસ્સે થયા?
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના લોકસભા સાંસદ શશિ થરૂર પણ ક્રિકેટના મોટા ચાહક છે. જેના કારણે ભારતીય ક્રિકેટ ટીમ વિશે પણ પોતાનો અભિપ્રાય શેર કરતા રહે છે. ભારતીય ટીમની ટીમથી શશિ થરૂર ખુશ જોવા મળી રહ્યા નથી. થરૂરે એમ પણ કહ્યું છે કે પસંદગીકારોને સફળતાથી કોઈ ફરક પડતો નથી. શશિ થરૂરે X પર ટ્વીટ કર્યું હતું અને તેઓ ગુસ્સે થયા હતા. સંજુ સેમસની વાત કરતા તેમણે કહ્યું કે તેની છેલ્લી ODI મેચમાં સદી ફટકારી હતી પરંતુ તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ભારતીય બેટ્સમેન અભિષેક શર્માની પણ પસંદગી કરવામાં આવી નથી.
શ્રીલંકા સામે ભારતીય ટીમની ટીમ

T20 ટીમઃ રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ

ODI ટીમઃ કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રાયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા