July 3, 2024

વિદેશમાં પૈસા મોકલવા થયા મોંઘા, SBIથી લઈને HDFCના ચાર્જમાં ફેરફાર

Sending money abroad : શું તમારા બાળકો વિદેશમાં છે? શું તમે કોઈ એવા વ્યક્તિને જાણો છો જે વિદેશ ગયો હોય અને તેને અચાનક પૈસાની જરૂર પડે? જો તમે પણ આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તો વિદેશમાં પૈસા મોકલવા મોંઘા સાબિત થઈ શકે છે. SBI, HDFC અને Axis સહિત ભારતમાં ઘણી બેંકો છે. જે તમને વિદેશમાં પૈસા મોકલવા દે છે. હવે આ બેંકોએ તેમના ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો કર્યો છે.

ભારતથી વિદેશમાં નાણાં મોકલવા માટે કેન્દ્રીય બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ‘લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ’ (LRS) સ્કીમ ચલાવે છે. આ સ્કીમ હેઠળ એક ભારતીય એક વર્ષમાં ભારતમાંથી 2.5 લાખ ડોલર સુધી શિક્ષણ અને મેડિકલ ખર્ચ માટે વિદેશ મોકલી શકે છે. અત્યાર સુધી ઘણી બેંકો આ રકમ મોકલવા માટે કોઈ ફી વસૂલતી ન હતી. પરંતુ હવે મોટાભાગની બેંકોએ તેમાં વધારો કર્યો છે. ચાલો હવે જોઈએ કે કઈ બેંક પર કેટલો ચાર્જ લાગશે…

HDFC બેંક
જો તમે ભારતમાંથી 500 ડોલર અથવા તેના સમકક્ષ વિદેશમાં મોકલો છો. તો HDFC બેંકમાં તમારે દરેક ટ્રાન્ઝેક્શન પર 500 રૂપિયાની ફી અને અન્ય ટેક્સ ચૂકવવા પડશે. જો આ રકમ $500 થી વધુ હોય. તો ચાર્જિસ રૂ. 1000 + ટેક્સ હશે. વિદેશથી પૈસા મોકલવા માટે કોઈ ચાર્જ નથી.

આ પણ વાંચો: સોઢી 25 દિવસ બાદ ઘરે પરત ફર્યા, જણાવ્યું ગાયબ થવાનું કારણ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
દેશની સૌથી મોટી બેંકમાં વિદેશમાં પૈસા મોકલવા માટેના શુલ્ક અલગ-અલગ દેશોના ચલણના આધારે બદલાય છે. જો કે આ શુલ્ક પૈસા મોકલનાર દ્વારા ચૂકવવાના નથી, પરંતુ પૈસા પ્રાપ્તકર્તા દ્વારા ચૂકવવાના છે. SBIના આ શુલ્ક કરન્સી કન્વર્ઝન રેટ સાથે જોડાયેલા છે.

ચાલો આને ડોલરના ઉદાહરણથી સમજીએ ધારો કે તમે કોઈને 1000 ડોલરની રકમ મોકલવા માંગો છો અને તેના પર SBIનું કમિશન 10 ડોલર છે. જ્યારે વિદેશમાં મની ટ્રાન્સફરની સુવિધા આપતી બેંક પણ 1 ડોલર ચાર્જ કરે છે. તો જે વ્યક્તિ પૈસા મેળવવા માંગે છે તેને 1000 ડોલરની જગ્યાએ માત્ર 989 ડોલર જ મળશે.

SBI યુએસ ડૉલર માટે ₹10, બ્રિટિશ પાઉન્ડ માટે ₹8, યુરો માટે ₹10, કૅનેડિયન ડૉલર માટે ₹10 અને સિંગાપોર ડૉલર માટે ₹10 ચાર્જ કરે છે.

એક્સિસ બેંક
જો તમે એક દિવસમાં વિદેશમાં $50,000 સુધી મોકલો છો. તો તમારે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર નથી. જ્યારે એક દિવસમાં વધુ રકમ મોકલવા માટે તમારે વ્યવહારની રકમના 0.0004% કમિશન ચૂકવવું પડશે.