સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ, 141 ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો; જળાશયો પર સતત મોનિટરિંગ

રાજકોટઃ શહેર સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. ગરમીની સાથે સાથે પાણીની માંગમાં વધારો થયો છે. નાયબ કાર્યપાલક ઈજનેર જયદીપ લાવડીયાએ આ મામલે માહિતી આપી છે.

તેમણે જણાવ્યુ છે કે, ‘રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના ડેમોની સ્થિતિ સારી છે. સૌરાષ્ટ્રના 141 જેટલા નાના-મોટા ડેપોમાં કેપેસિટીના 50 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સૌરાષ્ટ્રનો ભાદર-1 ડેમ 57 ટકા ભરેલો છે, તો ભાદર-2 ડેમ 87 ટકા ભરાયેલો છે. બંને ડેમ આજી-1 અને આજી-2માં 94 અને 87 ટકા પાણીનો જથ્થો છે.’

આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે, ‘ન્યારી-1 અને ન્યારી-2 ડેમમાં 91 અને 80 ટકા પાણી ભરેલો છે. જળાશયોમાં કેટલા ટકા પાણી છે તેના પર સતત મોનિટરીંગ કરવામાં આવે છે. જરૂર પડ્યે સૌની યોજના મારફતે પાણી મગાવવામાં આવે છે.’