સૈફ અલી ખાન ઘરે પહોંચતાની સાથે પોલીસે સુરક્ષામાં કર્યો વધારો
Saif Ali Khan: સૈફ અલી ખાનને આજે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. રજા મળતાની સાથે તેના ઘરમાં પોલીસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જોકે સંપૂર્ણ સ્વસ્થ થવામાં તેને સમય લાગી શકે છે. બીજી બાજૂ પોલીસે સૈફના ઘરની બહાર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. હાલ પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી દીધી છે અને આરોપીને રિમાન્ડ પર રાખ્યો છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર, 16 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા અપાઈ
સૈફ અલી ખાન અત્યાર સુધી હોસ્પિટલમાં હતા હવે તેને રજા આપી દેવામાં આવી છે. સૈફ અલી ખાન હવે ઘરે આરામ કરશે. ડોક્ટરોએ ટીમે સૈફના પરિવારને તેને ઘરે લઈ જવાની પરવાનગી આપી દીધી છે. 16 જાન્યુઆરીએ સૈફ પર તેના જ ઘરમાં હુમલો કરવામાં આવ્યો હતો.