ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોણ સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન?
Rohit Sharma ODI Captain: ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પુર્ણ થવાનો છે. આ પહેલા રોહિતની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જો તેને સાચે અલગ કરી દેવામાં આવ્યો છે તો ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર નથી. જો એવું થયું છે તો આવનારી ટુર્નામેન્ટમાં ટીમની કમાન અન્ય કોઈ ખેલાડીને સોંપવામાં આવશે?
આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની હાલાત ખરાબ, આ શરમજનક યાદીમાં નોંધાવ્યું સ્થાન
શું હાર્દિક પંડ્યા બનશે ODIનો કેપ્ટન?
ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટમાં જે રીતે રોહિત શર્માને ટીમનો કેપ્ટનમાંથી હટાવી દેવામાં આવ્યો છે. જોકે તેને ટેસ્ટ કેપ્ટન પદ પરથી હટાવવામાં આવ્યો તેનું કોઈ સત્તાવાર રીતે નિવેદન BCCI તરફથી આવ્યું છે. જો તેને આ ફોર્મેટમાંથી બહાર કરી દેવામાં આવશે તો મોટો સવાલ એ છે કે આગામી કેપ્ટન કોણ હશે તે સવાલ છે. જો રોહિતને હટાવી દેવામાં આવે તો હાર્દિકને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યા ટેસ્ટ છોડીને અન્ય બે ફોર્મેટ રમે છે. સૂર્યકુમાર યાદવ T20નો કેપ્ટન છે, પરંતુ તે હજુ સુધી ODIમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો નથી. ચેમ્પિયન્સ ટ્રોફી અને રોહિત શર્માને લઈને આગામી સમયમાં BCCI શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.