રોડ શો, ગ્લોબલ ટ્રેડ શો અને મોદી મોદી…
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદી હાલ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. ગઇ કાલે સોમવારે રાત્રે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને પીએમ મોદી રાજભવનમાં રાત્રીરોકાણ કર્યું હતું. આ દરમિયાન સાંજે તેઓ અમદાવાદમાં રોડ શો પણ યોજશે. જેને લઈને શહેરમાં કેટલાક રસ્તાઓ બંધ રહેશે. પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજયપાલે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી પીએમ મોદીનો રોડ- શો યોજાશે અને મહાત્મા મંદિર, ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લેશે. આ ઉપરાંત પીએમ મોદી યુએઇના વડા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સહિત 3 દેશોના વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. નોંધનિય છે કે, 10 જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024નું આયોજન થઇ રહ્યુ છે જેમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. પીએમ મોદી આજે સાંજે 5.30 વાગે એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધી રોડ-શોનું આયોજન કરશે. આ રોડ-શો દરમિયાન પીએમ મોદીની સાથે યુએઇના વડા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ ભાગ લેશે. બીજી બાજુ પીએ મોદીના રોડ-શોને પગલે એરપોર્ટ થી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધીનો રોડ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે.
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું અમદાવાદ એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. #VibrantGujarat… pic.twitter.com/R767auyzRN
— BJP Gujarat (@BJP4Gujarat) January 8, 2024
પીએમ મોદીના આજના કાર્યક્રમો
સવારે 9.10 કલાક – પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદના રાજભવનથી મહાત્મા મંદિર જવા માટે રવાના થશે
સવારે 9.20 કલાક – પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચશે
સવારે 9.20થી 9.30 કલાક – પીએમ મોદી અધિકારીઓ સાથે બ્રિફિંગ કરશે
સવારે 9.30થી 10.0 કલાક – પીએમ નરેન્દ્ર મોદી ટીમોર લેસ્ટેના વડા સાથે બેઠક કરશે
સવારે 10.10થી 11.45 કલાક – પીએમ મોદી આ 5 ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે
બપોરે 12.25થી 1.0 કલાક – પીએમ મોદી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે
બપોરે 1.15 કલાક – વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરથી રવાઇ રાજભવન પહોંચશે
બપોરે 2.45 કલાક – પીએ મોદી રજભવનથી રવાના થશે અને હેલિપેડ એક્ઝીબિશન સેન્ટર પહોંચશે
બપોરે 3.0થી 4.0 કલાક – પીએમ મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉધઘટન કરશે અને મુલાકાત લેશે
સાંજે 4.10 કલાક – પીએમ મોદી મહાત્મા મંદિરે પહોંચશે
સાંજે 4.50 કલાક – પીએમ મોદી મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે
સાંજે 5.45 કલાક – પીએમ મોદીનો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધી રોડ-શો યોજાશે. જેમાં યુએઇના વડા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ સાથે હશે.
સાંજે 6.10થી 8.30 કલાક – પીએમ મોદી યુએઈના વડા સાથે હોટલ લીલા પહોંચશે, ત્યાં બંને વચ્ચે બેઠક યોજાશે અને એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે અને ત્યારબાદ ભોજન કરશે.
રાત્રે 8.30 કલાક – પીએમ મોદી રાજભવન જવા રવાના થશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે.
પીએમ મોદીના બુધવારના કાર્યક્રમો
બુધવારે સવારે 9 મહાત્મા મંદિરમાં ફોટો સેશન થશે
સવારે 9:30 વાગ્યે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્દઘાટન થશે
બપોરે 12:30 વાગ્યે UAEની સાથે કરારોની આપ-લે કરશે
બપોરે 1:50 વાગ્યે ચેક ગણરાજ્યના PMની સાથે દ્વિપક્ષીય વાર્તા થશે
બપોરે 2:30 વાગ્યે ગ્લોબલ CEOની સાથે બેઠક થશે
સાંજે 5 વાગ્યે GIFT સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં ભાગ લેશે PM મોદી
રાત્રે 8 વાગ્યે અમદાવાદથી દિલ્લી માટે રવાના થશે PM મોદી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે #VGGS2024 ના ભાગરૂપે અમૃતકાળના સૌથી મોટા ટ્રેડ શોનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં આજે થશે શુભારંભ.#GujaratMeansGrowth pic.twitter.com/sVhRzmCUBe
— CMO Gujarat (@CMOGuj) January 9, 2024
ટ્રેડ શો જાહેર જનતા માટે ખુલ્લો રહેશે
ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ પહેલાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આજે ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયાથી લઇને યુએસ સુધી તમામ દેશો ભાગ લેશે. ગુજરાત સરકાર દ્વારા રવિવારે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, ગ્લોબલ ટ્રેડ શો 10 થી 11 જાન્યુઆરીની વચ્ચે ટ્રેડ મુલાકાતીઓ માટે રહેશે અને 12 અને 13 જાન્યુઆરી વચ્ચે જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. આ “ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, થાઈલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, રવાન્ડા, જાપાન, ઈન્ડોનેશિયા અને વિયેતનામ તથા દક્ષિણ કોરિયા સહિત 20 દેશોની ભાગીદારી જોવા મળશે.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટની ઉડાન, અધધ ફ્લાઈટનો રેકોર્ડ