October 7, 2024

અમદાવાદ એરપોર્ટની ઉડાન, અધધ ફ્લાઈટનો રેકોર્ડ

ગાંધીનગર : ગાંધીનગરમાં આગામી 10મી જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 શરૂ થઇ રહી છે, નોંધનીય છે કે આ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગકારો અને સાહસિકોનો જમાવડો થવાનો છે. જેમાં ચાર દેશનાં રાષ્ટ્ર પ્રમુખ, 18 દેશનાં ગવર્નર- મંત્રીઓ, 14 દેશનાં 1 લાખ પ્રતિનિધિઓ હાજરી આપવાનાં છે. વડાપ્રધાન  વાયબ્રન્ટ સમિટનાં એક દિવસ પહેલા એટલેકે આજે ગુજરાત આવી રહ્યા છે. આ સમિટને લઇને અમદાવાદ એરપોર્ટ પર દેશ વિદેશના ઉદ્યોગપતિઓ સહિતના VVIPઓ આગમન કરશે. અમદાવાદ એરપોર્ટ પર ત્રણ દિવસમાં દેશ-વિદેશનાં 150 થી વધુ ચાર્ટડ ફ્લાઈટોની અવર જવર થતી રહેશે. આ જમાવડાના પગલે ચાર્ટેડ પ્લેનનાં પાર્કિગની પૂછપરછ પણ શરૂ થઈ ગઇ છે. ચેક રિપબ્લિકનાં વડાપ્રધાન પેટર ફિયાલા તેમનાં ડેલિગેશન સાથે 9 તારીખે ગુજરાત આવવાનાં છે. તો સાઉદી અરેબિયાનાં મંત્રી ખાલિદ એ. અલ-ફલિહ તા. 10 તારીખે ગુજરાત આવશે. ત્યારે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટને લઈ એરપોર્ટ પર એક દિવસમાં 400 ફ્લાઈટ આવશે.  બીજી બાજુ એરપોર્ટ પર 43 જેટલા વિમાનો માટે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારે ત્રણ દિવસ ડોમેસ્ટિક ફ્લાઈટોની સાથે ચાર્ટડ પ્લેનની અવર જવરથી અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક રહેશે. ચાર્ટડ પ્લેનનાં પાર્કિગ માટે વડોદરા, રાજકોટ, સુરત એરપોર્ટ પર પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવે તેવી સંભાવના છે. બીજી બાજુ ગાંધીનગરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને 7 હજાર જેટલા પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત રહેશે, આ ઉપરાંત સમિટનું સુપરવિઝન ડ્રૉન મારફતે કરવામાં આવશે.

આ પણ વાંચો : PM મોદી આજે ગુજરાતના આંગણે, ભવ્ય રોડ શો યોજાશે…!