TRP ગેમ ઝોનના માલિકો સાથે મારે કોઈજ સબંધ નથી: પૂર્વ મેયર Pradeep Dav
ઋષિ દવે, રાજકોટ: રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં આવેલા આંકડા પ્રમાણે 27થી વધુ લોકો જીવતા ભૂંજાયા છે. જેમાં બાળકો પણ સામેલ છે, ત્યારે આ જ ગેમઝોનની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ સાથે રાજકોટના પૂર્વ મેયર પ્રદીપ ડવનો ફોટો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પૂર્વ મેયર પ્રદીપ ડવનું TRP ગેમ ઝોનના માલિકો સાથે કનેક્શનની ચર્ચાઓ શરૂ થઇ છે, પરંતુ પૂર્વ મેયર પ્રદીપ ડવે આ અંગે સ્પષ્ટતા કરી છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સાડા 4 કલાકની દલીલ, 6 જૂને વધુ સુનાવણી
પૂર્વ મેયર પ્રદીપ ડવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌથી પહેલા તો હું જણાવા માગુ છું કે જે આ મારો ફોટો વાયરલ થઇ રહ્યો છે તે TRP ગેમ ઝોનની અંદરનો નથી. રાજકોટમાં ઓટો એક્પો થયેલો ત્યારે તેમાં હાજરી આપવા ગયેલો હતો. વધુમાં પૂર્વ મેયર પ્રદીપ ડવે કહ્યું કે, ગેમ ઝોનના વ્યક્તિઓ કદાચ મને મળ્યા હોય તો તેમના નામથી પરિચીત નથી અને તેમને વ્યક્તિગત રીતે પણ ઓળખતો પણ નથી અને આ જે બનાવ બન્યો તે ગેમ ઝોનની જગ્યા પર હું ક્યારેય પણ ગયો નથી અને તે વ્યક્તિને હું ઓળખતો પણ નથી. વધુમાં કહ્યું કે, જવાબદાર લોકો સામે જરૂર પગલા લેવા જ જોઇએ અને સરકાર પણ તે દિશામાં જ આગળ વધી રહી છે. સરકાર પોતે પણ આ બાબતે સંપૂર્ણ ગંભીર છે.
આ પણ વાંચો: IAS-IPSની મુલાકાતનો ફોટો વાયરલ, બેદરકારી ન દેખાઈ કે આંખ આડા કાન કર્યા?
વધુમાં કહ્યું કે, આ બનાવ ખૂબજ દુઃખદ છે અનેક વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે આ દુર્ઘટના મુદ્દે રાજકીય કનેક્શનો કે રાજકીય વળાંક આપવો ન જોઇએ. રાજકીય આક્ષેપો કરતાં પહેલાં પણ, કદાચ તેમને પણ આજે તે માનનીય પ્રમુખ હોય તો તેમને મારી વિનંતી છે કે, તેમે ડાયરેક્ટ કોઇ વ્યક્તિ સાથે આવી ઘટનાને જ્યારે જોડો છો, ત્યારે તેમે એ બાબતને પણ જોવો કે ક્યાં પ્રકારનું આયોજન હતું, ક્યા પ્રકારના આયોજનામાં કઇ જગ્યાએ કઇ વ્યક્તિ ગયેલી છે. આયોજનું જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે ઓટો એક્સોનું મળ્યું છે. કોઇ TRP ગેમ ઝોનમાં હું કે મારો પરિવાર પણ ગયો નથી. હું ક્યાંય ગેમ રમતો હોય કે TRP ગેમ ઝોનમાં જ્યાં આ ઘટના બની છે ત્યાં મારી એન્ટ્રી પણ નથી. તેમના માલિકને પણ હું ઓળતો નથી, તે વ્યક્તિ સાથે ટેલિફોનીક વાત પણ નથી કરી. ભૂતકાળામાં હું તે માલિકને ક્યારેય મળ્યો નથી. વધુમાં કહ્યું કે, SITની રચના થઇ છે અને જવાબદાર વ્યક્તિ કે ડિપાર્ટમેન્ટ સામે પગલા લેવા જોઇએ અને સરકાર પણ ચોક્કસ પગલા લેશે.