January 31, 2025

ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટાચાર અંગે અશોકસિંહ વાઘેલાએ કર્યા ખુલાસા

Rajkot News: કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટાચાર અંગે અશોકસિંહ વાઘેલાએ ખુલાસા કર્યા છે. આર ટી આઇ હેઠળ કરેલી અરજી બાદ ખુલાસો થયો છે. રાજકોટ જિલ્લાના બામણબોરને રાફડા વિસ્તારમાં કરોડોની ખનીજ ચોરી થઈ રહી છે. જેની વિગત માટે ગૂગલ મેપ અને ફોટા સાથેની રજૂઆત કરી છે.

તંત્રના અધિકારીઓની તપાસ થવી જોઈએ
ખનીજ ચોરી અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સક્ષમ નથી તેવું પુરવાર થઈ રહ્યું છે. ખનીજ ચોરી અંગે અજાણ્યા સામે પણ ગુન્હો દાખલ કરી તપાસ કરવી જોઈએ. પરંતુ આવું એક પણ પગલું કે કામગીરી થઈ નથી. રફાળા અને બામણબોર આસપાસ બનેલી ખાણખનીજની ચોરી મામલે તપાસ થવી જોઈએ. સાથે જ ત્યાં ફરજ ઉપર રહેલા પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓની તપાસ થવી જોઈએ. આ વિસ્તારમાં ફરજ બજાવી ચૂકેલા અને બજાવતા અધિકારીઓની મિલકત ખરીદી અને સંપત્તિની ACB દ્વારા તપાસ થવી જોઈએ.

આ પણ વાંચો: સોમનાથ મંદિર આસપાસ ઉર્સની ઉજવણી માટે કરેલી અરજી સુપ્રીમકોર્ટે ફગાવી દીધી

કર્મચારીઓ સામે કાર્યવાહી
આ તમામ ભૂમાફિયાઓ બીજેપી સાથે સંકળાયેલા છે એટલે જ તપાસ નથી થતી. જ્યાં જ્યાં ખનીજ ચોરી થાય છે ત્યાં તપાસ થવી જોઈએ. જેમ સુરેન્દ્રનગરમાં ગુન્હો દાખલ થયો છે તેમ રાજકોટમાં પણ કામગીરી થવી જોઈએ. એરપોર્ટ પોલીસ સ્ટેશન અને કુવાડવા પોલીસ મથકના કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. આર ટી આઇ હેઠળ આ બંને પોલીસ મથક હેઠળ ફરજ બજાવતા અધિકારી અંગે વિગત આવી છે.