આવતા વર્ષથી સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતના પુસ્તકોમાં થઈ શકે છે ફેરફાર

Gujarat Board: ધોરણ 10 બોર્ડ પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી વર્ષથી સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતના પુસ્તકો અલગ આવી શકે છે. બેઝિક ગણિત પ્રત્યે વધુ ઝૂકાવને જોતાં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનાં પુસ્તકો અલગ તૈયાર કરવાની યોજના થઈ રહી છે.
આ પણ વાંચો: કોહલી ન બની શક્યો રણજીમાં રનનો ‘વિરાટ ‘, 6 રને આઉટ
બેઝિક ગણિત વિષયની પસંદગી
ગણિત વિષયમાં 78 હજાર જેટલા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપશે. બેઝિક ગણિત માટે 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગણિત વિષયમાં સહેલાઈથી પાસ થવા બેઝિક ગણિત વિષયની પસંદગી વિધાર્થીઓ કરતા હોય છે. આવનાર દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાઈ શકે છે.