October 24, 2024

સોમનાથ જિલ્લાના ખેડૂતો સાથે અન્યાય, ખેડૂતોને નથી મળી રહી સહાય

Rain in Somnath: એક બાજૂ દિવાળી આવી રહી છે તો બીજી બાજૂ ખેડૂતોના માથે જાણે આફ ફાટ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. એક બાજૂ સરકાર તૈયાર માલનો ભાવ નથી આપતી બીજી બાજૂ વરસાદે ખેડૂતાના તૈયાર માલ પર પાણી ફેરવી દીધું છે. ત્યારે વેરાવળ તાલુકાના બાદલપરા ગામના ખેડૂતોએ ન્યુઝ કેપિટલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લા સાથે સહાય પેકેજમાં અન્યાય કરે છે. ગીર સોમનાથના ખેડૂતો સરકાર સામે આરોપ લગાવી રહ્યા છે.

ગીર સોમનાથના ખેડૂતોએ લગાવ્યો આરોપ
વેરાવળ તાલુકાના બાદલપરા ગામના ખેડૂતોએ ન્યુઝ કેપિટલ સાથેની વાતમાં સરકાર સામે આરોપ લગાવ્યો છે. ખેડૂતોએ પોતાની વ્યથા અમારા માધ્યમથી જણાવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં ઓગસ્ટ માસમાં જે વરસાદથી ખેડૂતોને પાક નુકશાન થયું હતું. ત્યારે સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારે ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાદ કરવામાં આવ્યું છે. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, હથિયાર સાથે એકની ધરપકડ

ઓલપાડમાં વરસાદના કારણે તૈયાર ડાંગરનો પાક બરબાદ
ઓલપાડ તાલુકાના ખેડૂતોની હાલત કફોડી જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે તૈયાર ડાંગરનો પાક બરબાદ થયો ઓલપાડ તાલુકામાં સૌથી વધુ ડાંગરની ખેતી થાય છે. ખેડૂતોના તૈયાર માલ પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોએ પાક સુકાવવા હાઇવે પર નાંખ્યો હતો. ખેડૂતોનો 70 ટકા ડાંગરનો પાક બરબાદ થયો હતો.