December 5, 2024

ડીસા GIDCમાંથી જપ્ત કર્યો અખાદ્ય ઘીનો જથ્થો, અધિકારીઓ સાથે કર્યું અસભ્ય વર્તન

Banaskantha: દેશભરમાં દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હવે દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી છે. આ વચ્ચે બનાસકાંઠાના ડીસા જીઆઇડીસીમાં નકલી ખાદ્ય પદાર્થોને લઈ ફરી ફૂડ વિભાગે તવાઈ બોલાવી છે. મોડી રાત્રે અંગડેશ્વર ઓઇલ મીલમાં દરોડા પાડ્યા છે. ફૂડ વિભાગે તપાસ કરી 2368 kg તેલનો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો છે.

મળતી માહિતી અનુસાર દિવાળીને લઈને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેને લઈને ડીસા જીઆઇડીસીમાં નકલી ખાદ્ય પદાર્થોને લઈ ફરી ફૂડ વિભાગે તવાઈ બોલાવી છે. ફૂડ વિભાગ દ્વારા 2.38 લાખનો શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો સીઝ કર્યો છે. ડીસામાં વિશાલા બજારમાં સિયા ટ્રેડિંગમાંથી 1866 kg અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: ઓડિશા-બંગાળમાં રૌદ્ર રૂપ ધારણ કરી શકે છે વાવાઝોડું ‘દાના’, 500થી વધુ ટ્રેન રદ્દ

ફૂડ વિભાદ દ્વારા 11.39 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે, મોડી રાત્રે ડીસા GIDCમાં રેડ કરવા ગયેલા અધિકારીઓની ગાડી રોકાવી અને અસભ્ય વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. ફૂડ અધિકારી આ મામલે એસપીને રજૂઆત કરી શકે છે.