રાહુલે આપ્યા કમબેકના એંધાણ, ફોટો શેર કરી લખ્યું ‘Hi’
અમદાવાદ: અનુભવી ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત હોવાને કારણે મેદાન પર જોવા મળતો નથી. હાલમાં એની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન તે કેટલો ફીટ થયો એની એક નાનકડી તસવીર તેણે શેર કરી છે. લંડનમાં મેચ દરમિયાન થયેલી ઈજા અંગે પ્રાથમિક સારવાર બુધવારે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની ફિટનેસ ટ્રેનિંગની તસવીરો શેર કરી હતી.આગામી IPLમાં પુનરાગમનનો સંકેત આ તસવીર પરથી આપી દીધો છે. આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહેલા રાહુલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘હાય’ કેપ્શન સાથે તેની પ્રેક્ટિસની તસવીરો શેર કરી છે. IPLની આગામી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે.
View this post on Instagram
પહેલી મેચ અહીં રમાશે
લખનૌની ટીમ 24 માર્ચે જયપુરમાં બપોરે રમાનારી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ટક્કર લઈને પોતાની શક્તિનો પરચો દેખાડશે. રાહુલ જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં વિકેટકીપર-બેટ્સમેનની ભૂમિકા ભજવવાનો પ્રબળ દાવેદાર છે. 31 વર્ષીય ખેલાડીએ હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની શરૂઆતની ટેસ્ટ બાદ ક્વાડ્રિસેપ્સ કંડરા (જાંઘના સ્નાયુ)માં ઈજાની ફરિયાદ કરી હતી.
પગમાં દુખાવાની ફરિયાદ કરી
હૈદરાબાદ ટેસ્ટમાં 86 અને 22 રન બનાવનાર રાહુલે તેના જમણા ક્વાડ્રિસેપ્સમાં દુખાવાની ફરિયાદ કરી હતી. શરૂઆતમાં તે વિશાખાપટ્ટનમમાં શ્રેણીની બીજી મેચમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી, તેને બીજી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.ફિટનેસ ન હોવાને કારણે તે એટલું ઝડપથી કમબેક કરી શક્યો નથી. પણ આ તસીવર શેર કરીને તેણે આઈપીએલની ટુર્નામેન્ટમાં કમબેક કરવાના એંધાણ આપી દીધા છે. ગયા વર્ષે પણ IPL દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ તેને સર્જરી કરાવવી પડી હતી