September 8, 2024

પીવી સિંધુ અને શરથ કમલે ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટીમનું કર્યું નેતૃત્વ

Paris Olympics 2024: ફ્રાન્સની રાજધાની પેરિસમાં Paris Olympics 2024નો ઉદઘાટન સમારોહ શરૂ થયો છે, જેમાં ઓલિમ્પિકના ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટેડિયમને બદલે નદીમાં રાષ્ટ્રોની પરેડ યોજાઈ રહી છે. ભારતીય એથ્લેટ્સ પણ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા, જેમાં ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા 117 ભારતીય એથ્લેટ્સના જૂથમાંથી 78 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પીવી સિંધુ અને શરથ કમલે ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટીમનું કર્યું નેતૃત્વ કર્યું હતું.

વધુ મેડલ જીતે તેવી અપેક્ષા
બોટમાં સવાર તમામ ભારતીય ખેલાડીઓ પણ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા, જેમના હાથમાં ત્રિરંગો હતો અને તે લહેરાવીને દર્શકોનું અભિવાદન પણ સ્વીકારી રહ્યા હતા. સીન નદી પર આયોજિત આ ઉદઘાટન સમારોહમાં 6 કિલોમીટર લાંબો રૂટ રાખવામાં આવ્યો છે. ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ભારત ગયેલા ઘણા એથ્લેટ્સ તેમની ઇવેન્ટમાં મેડલ જીતવાના દાવેદારમાં સામેલ છે, જેમાં એથ્લેટિક્સ ઉપરાંત શૂટિંગમાં પણ દેશ વધુ મેડલ જીતે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: Paris Olympics 2024 પહેલા ફ્રાન્સમાં રેલ લાઇન પર હુમલો

વધુ સારા પ્રદર્શનની અપેક્ષા
ઓપનિંગ સેરેમનીની સાથે જ 27 જુલાઈએ પેરિસ ઓલિમ્પિકના પહેલા દિવસે ભારતીય ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે. ભારતીય હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. જેના કારણે આ વખતે પણ તેમની પાસે વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે.