October 4, 2024

Smriti Mandhanaએ બનાવ્યો નવો રેકોર્ડ

Smriti Mandhana Record: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લગભગ એકતરફી મેચમાં બાંગ્લાદેશને હરાવીને એશિયા કપ 2024ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે સ્મૃતિ મંધાના હવે T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે. તેણે હરમનપ્રીત કૌરને પાછળ છોડી દીધી છે. સ્મૃતિ મંધાના હવે T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે.

વધુ રન બનાવનાર ખેલાડી
સ્મૃતિ મંધાના T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. હરમનપ્રીત કૌરે ભારત માટે અત્યાર સુધીમાં 172 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને તેમાં તેણે 3415 રન બનાવ્યા છે. તેણે એક સદી અને 12 અડધી સદી ફટકારવામાં સફળતા મેળવી છે. સ્મૃતિ મંધાનાની વાત કરીએ તો અત્યાર સુધી ભારત માટે 140 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન તેણે પોતાના બેટથી 3433 રન બનાવ્યા છે.સ્મૃતિ મંધાનાએ આજે ​​બાંગ્લાદેશ સામે એશિયા કપની સેમી ફાઇનલમાં જોરદાર બેટિંગ કરી હતી. જેમાં તેણે 39 બોલમાં 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 141.03 હતો.

આ પણ વાંચો: Paris Olympics 2024 પહેલા ફ્રાન્સમાં રેલ લાઇન પર હુમલો

ફાઇનલમાં શાનદાર રીતે પ્રવેશ
હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ 2024ની ફાઇનલમાં શાનદાર રીતે પ્રવેશ કર્યો છે. સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 10 વિકેટે હાર આપી હતી. હવે ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો કઈ ટીમ સાથે તે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનાર બીજી સેમીફાઇનલના પરિણામ પરથી નક્કી થશે.