July 1, 2024

Profitable Companies India: આ છે દેશની સૌથી વધુ નફો રળી આપતી કંપનીઓ

Stock Market News: નાણાકીય વર્ષ 2023-24 ભારતીય કંપનીઓ માટે સારૂં રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે FY 24માં નિફ્ટી 50 કંપનીઓનો કુલ નફો 8.14 લાખ કરોડમાં હતો. વર્ષ પહેલા તે 6.39 લાખ કરોડ રૂપિયા હતો. જેના કારણે વાર્ષિક ધોરણે નફામાં 27 ટકાનો વધારો થયો છે. ચાલો જાણીએ ટોપ સૌથી વધુ નફો કરતી કંપનીઓ કઈ છે. અને તેમનું પ્રદર્શન કેવું રહ્યું છે?

1- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂપિયા 78,633 કરોડ સાથે સૌથી વધુ નફાકારક કંપની છે. તેના શેરમાં 23 ટકાનો વધારો જોવા મળ્યો છે.

2- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
SBIનું સ્થાન બીજું છે. બેંકનો કુલ નફો 68,138 કરોડ રૂપિયા રહ્યો છે. જે ગત વર્ષ કરતા 20 ટકા વધુ છે.  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરના ભાવમાં છેલ્લા 12 મહિનામાં 49 ટકાનો વધારો જોવા મળ્યો છે.

3- HDFC બેંકના શેરની કિંમત
આ ખાનગી બેંકનો કુલ નફો 65,466 કરોડ રૂપિયા રહ્યો છે. તેના વાર્ષિક નફામાં ધોરણે 42 ટકાનો વધારો થયો છે. છેલ્લા 12 મહિનામાં સ્ટોકના ભાવમાં માત્ર 2 ટકા જેવો વધારો થયો છે.

આ પણ વાંચો: Marutiની Hybrid એન્જિન CNG કાર, ફીચર્સ જોઈને આજે જ બુકિંગ કરાવી દેશો

4- ONGC
સરકારી કંપનીના નફામાં 61 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 24 માં આ PSU કંપનીનો નફો 54,705 કરોડ રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 14.23 લાખ કરોડ રૂપિયા છે.  છેલ્લા 12 મહિનામાં આ PSU શેરની કિંમતમાં 70 ટકાનો વધારો થયો છે.