November 11, 2024

ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં 9 NDRFની ટીમ તહેનાત

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો તહેનાત કરી નાંખવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં કુલ 9 NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

રાજ્યમાં નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરતમાં 1 ટીમ તહેનાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, NDRFની ટીમો તહેનાત કરી

હવામાન વિભાગે બોટાદ, ભાવનગર, અમરેલી, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી આગાહી કરી છે. ત્યારે મોટાભાગના સ્થળેઓ હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાશે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ, પલસાણા-માણાવદરમાં આભ ફાટ્યું

24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ
રાજ્યમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સુરતના પલસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો જૂનાગઢના માણાવદરમાં પણ 8 ઇંચ વરસાદ વરસ્યો છે.

ક્યાં કેટલો વરસાદ પડ્યો?
સુરતના મહુવામાં 7 ઇંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં 6 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકમાં 6 ઇંચ વરસાદ, સુરતના બારડોલીમાં 6 ઇંચ વરસાદ, પોરબંદરના કુતિયાણામાં 6 ઇંચ વરસાદ, સુરતના ઓલપાડ અને કામરેજમાં 6 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 5.5 ઇંચ વરસાદ, કચ્છના મુદ્રામાં 5 ઇંચ વરસાદ, વલસાડના વાપીમાં 5 ઇંચ વરસાદ, જૂનાગઢના મેંદરડામાં 5 ઇંચ વરસાદ, વલસાડના કપરાડામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે.