May 18, 2024

BJPનો એક્શન પ્લાન : આગામી લોકસભા ચૂંટણી માટે આ સિનિયર નેતાઓને જવાબદારી

આગામી વર્ષ 2024 માં લોકસભની ચુંટણી યોજવાની છે ત્યારે દેશમાં તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવામાં ગુજરાત BJP દ્વારા પણ આગામી લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગતરોજ કમલમમાં યોજાયેલ બેઠકમાં આગામી ચૂંટણીને લઈ કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આગામી લોકસભા 2024 ની ચૂંટણીમાં ભાજપે 26 લોકસભા બેઠક પર જીત મેળવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર BJPએ જવાબદારીઓ નક્કી કરી છે. લોકસભાની ચુંટણીને લઈને BJPએ સિનિયર નેતાઓને જવાબદારી સોંપી છે. ભાજપે રાજ્યની 26 લોકસભા બેઠકોના 8 ક્લસ્ટર જૂથ બનાવ્યા છે અને તે મુજબ સિનિયર નેતાઓને તેની કમાન સોંપી છે.

આ પણ વાંચો : અદાણી-હિંડનબર્ગ કેસમાં ‘સુપ્રીમ’ નિર્ણય, સેબીની તપાસમાં દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર
BJP - NEWSCAPITALક્લસ્ટર જૂથમાં આ સિનિયર નેતાઓનો  સમાવેશ કરવામાં આવ્યો
રાજ્ય સરકારના પૂર્વમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મંત્રી આર સી ફળદુ, જ્યોતિબેન પંડ્યા, ધારાસભ્ય અમિત ઠાકર, કે સી પટેલ, નરહરિ અમીન, બાબુભાઇ જેબલિયાને લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી 6 જાન્યુઆરીએ ગાંધીનગરમાં ભાજપની વધુ એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં આ તમામ આગેવાનો સાથે જવાબદારી અંગે ચર્ચા કરવામાં આવશે. વધુમાં 8 જૂથના ક્લસ્ટર પ્રમાણે રાષ્ટ્રીય નેતૃત્વના પ્રવાસ અને રેલીઓ પણ યોજાશે.

ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીને લઈને બીજેપી અત્યારથી જ તૈયારીમાં લાગી ગઈ છે તો બીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે પણ આગામી લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક પર પાંચ લાખથી વધુની લીડથી જીત મેળવવા માટે ભાજપના કાર્યકર્તાઓને હાંકલ કરી હતી.