September 19, 2024

PM નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, રાજભવન જવા રવાના થયા

જયેશ ચૌહાણ, ગાંધીનગર: PM નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ પર છે. મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીઆર પાટીલ અને રાજકીય નેતાઓ હાજર રહ્યાં હતા. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર રાજભવન જવા રવાના થયા હતા. PM મોદી ગાંધીનગર રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક કરશે. રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરી પણ પહોંચ્યા. વડાપ્રધાન પહોંચ્યા બાદ બાદ વીડિયો કોન્ફરન્સ દ્વારા સોમનાથ ટ્રસ્ટની બેઠક કરશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત પૂર્વ નાયબ PM લાલ કૃષ્ણ અડવાણી પણ જોડાશે. આ કાર્યક્રમો બાદ આવતીકાલે તેઓ ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે.

16મી સપ્ટેમ્બરના દિવસે સવારે 9.30 વાગ્યે રાજભવનથી રવાના થશે. ત્યારપછી 9.40થી 10.30 સુધી વાવોલ સાલીન 2 સોસાયટી ખાતે જશે. ત્યાં સૂર્યઘર યોજનાના પગલે અરજદારના ઘરે રહેશે. સવારે 10.40 વાગ્યે વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે પહોંચશે. ત્યાં રિઇન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી કાર્યકમનો આરંભ કરશે.

બપોરે 12 વાગ્યે PM મહાત્મા મંદિરથી રાજભવન તરફ જશે. બપોરે 12 વાગ્યાથી 1.40 સુધી વડાપ્રધાન રાજભવનમાં રોકાશે. બપોરે 1.40 વાગ્યે વડાપ્રધાન સેકટર-1 ખાતે મેટ્રો ટ્રેન સેવાનો આરંભ કરશે. બપોરે 1.40થી 2.40 મેટ્રો ટ્રેનનું લોકાર્પણ સહિત કામગીરી અને રૂટનું નિરીક્ષણ કરશે. બપોરે 3 વાગ્યે ગિફ્ટ સીટીથી PM મેટ્રોમાં બેસીને GMDC ખાતે જશે. 3.30 વાગ્યે વડાપ્રધાન GMDC ખાતે કાર્યકમમાં હાજરી આપશે. બપોરે 3.30થી 16.45 સુધી GMDC ખાતે વિવિધ લોકાર્પણના કામોમાં હાજરી આપશે. સાંજે 5.30 વાગ્યે રાજભવન ખાતે પહોંચી રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 8.15 વાગ્યે રાજભવનથી અમદાવાદ એરપોર્ટ જશે. ત્યાંથી ઓરિસ્સા જવા માટે રવાના થશે.